રાજ્ય ના આર્થિક રીતે પછાત લોકો ને હવે મળશે મોટી રાહત, ઈ-કુટીર પોર્ટલ સાધન થી અરજી કરી શકાશે.

0
144

ગ્રામોદ્યોગ વિભાગ અને કુટીર દ્વારા ઈ-કુટીર પોર્ટલ શરુ કરાઈ

ગ્રામોદ્યોગ મંત્રી ના હસ્તે અરજીઓ માંગવાની કરાઈ શુરુઆત

આર્થિક રીતે પછાત વર્ગ ના લોકો પણ હવે ઈ પોર્ટલ સુવિધાનો લાભ લઇ શકશે.નાગરિકો સાધન-ઓજારો નો લાભ લેવા માટે 2 મહિના પેલા થી જ અરજીઓ પણ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ડીજીટલ ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા  ના ભાગરૂપે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા યોજનાકીય લાભો લોકો ને મળી રહે માટે ઓનલાઈન એ કુટીર પોર્ટલ શરુ કરાયું છે. આ યોજનાનો લાભ દરેક લોકો લઇ શકે એ માટે ગાંધીનગર ખાતે થી ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ના હસ્તે તેમજ ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ની ઉપસ્થિતિ માં શુભારંભ કરવા માં આવ્યો હતો.

રાજ્ય સરકાર  ની કુટીર અને ગ્રામોદ્યોગ માટે ની વિવિધ યોજનાઓ કાર્યરત છે.જેમાં આ યોજના સૌથી વધુ મહત્વની બની રહેશે.આ યોજનાનો લાભ દરેક વ્યક્તિ લઇ શકે એ માટે સરકારે WWW.ekutir.gujrat.govt.in  આ વેબસાઈટ પણ લોન્ચ કરી છે.આ યોજનાનો લાભ વધુ લોકો ને મળી રહે તે માટે સરકારે દરેક મંત્રીઓ ને જીલ્લા કક્ષા એ હેલ્પ ડેસ્ક પણ શરુ કરવાનું કહી દીધું છે.આ યોજના માટે ગત વર્ષ ની સરખામણી એ વધુ 1,૮૯,000 થી પણ વધુ અરજીઓ મળી છે.આ સીસ્ટમ દ્વારા ઓનલાઈન ડ્રો દ્વારા પસંદગી પામેલ અરજદારો ને ઓજાર-સાધનો આપવા માં આવે છે.આમ ડ્રો સીસ્ટમ ના કારણે પસંદગી પ્રક્રિયા પણ સરળ બની છે.આ કર્યેક્રમ દરમ્યાન ગ્રામોદ્યોગ સચિવ પ્રવીણ.કે .સોલંકી તેમજ સંયુકત નિયામક કે.એસ .ટેલર જેવા અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.