HomeDeshબાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સામે મુંબઈમાં ફરિયાદ

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સામે મુંબઈમાં ફરિયાદ

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરુદ્ધમાં મુંબઈમાં ફરિયાદ કરવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાંઈ બાબાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. આ મામલામાં તેમની સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. .બાગેશ્વર ધામ સરકાર વિરુદ્ધ આ ફરિયાદ મુંબઈની બાંદ્રા પોલીસમાં દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં શિવસેના યુવા સેનાના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ભૂતપૂર્વ ટ્રસ્ટી રાહુલ કનાલે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમના નિવેદનને લઈને શિરડીમાં સાંઈ ભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સાંઈ ભક્તોએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments