HomeGujaratRajkot news:રાજકોટમાં કુદરતનો પ્રકોપ: બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકાર, બેડી યાર્ડમાં...

Rajkot news:રાજકોટમાં કુદરતનો પ્રકોપ: બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકાર, બેડી યાર્ડમાં ૧૫૦ ગુણી મગફળી પાણીમાં તણાઈ

Rajkot news:સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજે સાંજે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, ભારે પવન અને કરા સાથે તૂટી પડેલા કમોસમી વરસાદે શહેરને બાનમાં લીધું હતું. માત્ર બે કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ખેડૂતો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Rajkot news:બેડી યાર્ડમાં વેપારીની મગફળીના પૂર:

Rajkot news

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને કારણે યાર્ડના પ્લેટફોર્મ પર રાખેલી અંદાજે ૧૫૦ ગુણી મગફળી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. યાર્ડ સત્તાધીશો દ્વારા અગાઉથી એલર્ટ આપવામાં આવ્યું હોવા છતાં, અચાનક આવેલા વરસાદના વેગે વેપારીઓને માલ બચાવવાનો મોકો જ આપ્યો ન હતો. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Rajkot news:ભારે પવન અને કરા સાથે ‘મીની વાવાઝોડું’:

Rajkot news

સાંજે ૫ વાગ્યાના અરસામાં આખું શહેર કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

  • નુકસાનની વિગતો: શહેરના અનેક વિસ્તારોમાં તોફાની પવનને કારણે ઘટાદાર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.
  • સોલાર પેનલ: કેટલીક ઇમારતો પર લગાવેલી સોલાર પેનલો કાગળની જેમ ઉડીને રસ્તા પર પડી હતી, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
  • વીજ પુરવઠો: અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી હતી.

Rajkot news:ધરતીપુત્રોની ચિંતામાં વધારો:

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ માટે હજુ પણ ભારે પવન અને વરસાદની આગાહી છે. માર્કેટ યાર્ડોએ ખેડૂતોને પાક વેચાણ માટે ન લાવવા અને જણસીઓને સુરક્ષિત શેડ નીચે રાખવા કડક સૂચના આપી છે. ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાકને પણ આ માવઠાથી વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો :દ્વારકા જિલ્લામાં કુદરતનો પ્રકોપ: ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ, કાપણીના સમયે માવઠું પડતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments