સરકારી બેંક SBIની સેવા ઠપ્પ ! ટ્વિટર પર ફરિયાદનો મારો

0
172

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી સરકારી બેંક છે. એસબીઆઇની ઓનલાઇન બેન્કિંગ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓ શનિવાર (1 એપ્રિલ)થી દેશભરમાં ખોરવાઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી એસબીઆઈ ડાઉન સાથે જોડાયેલા ઘણા અહેવાલો આવી રહ્યા હતા, પરંતુ સોમવારે (3 એપ્રિલ, 2023) એસબીઆઈની સેવા ઓછી થવાની ફરિયાદોમાં વધારો થયો હતો. આઉટેજની જાણ કરતી વેબસાઇટ ડાઉન ડિટેક્ટર પર ફરિયાદ કરનારા યૂઝર્સની સંખ્યા 1,700ને વટાવી ગઈ છે.1 એપ્રિલ, 2023 ના રોજ પોસ્ટ કરેલા એસબીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એવું જાણવા મળ્યું મોબાઇલ બેંકિંગ, ઓનલાઇન બેંકિંગ અને યુપીઆઈ સેવાઓ બપોરે 1.30 થી 4.45 દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં. આ પછી, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તમામ સેવાઓ ફરીથી યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરશે. જો કે એસબીઆઇની સેવામાં આ ઉણપ હજુ પણ યથાવત છે. યુઝર્સના જણાવ્યા પ્રમાણે સર્વરની ખામીને કારણે તેઓ પોતાનું ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ પેમેન્ટ કરી શકતા ન હતા.