ઝારખંડના ચતરા જિલ્લામાં સુરક્ષા દળોએ કર્યું માઓવાદીઓનું એન્કાઉન્ટર

0
34
મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો 
ઝારખંડના ચતરા જિલ્લામાં સોમવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. રાજધાની રાંચીથી 160 કિમી દૂર લવલોંગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચતરા-પલામુ બોર્ડર પાસે આ એન્કાઉન્ટર થયું હતું, એમ તેઓએ જણાવ્યું હતું. ચતરાના પોલીસ અધિક્ષક (SP) રાકેશ રંજને જણાવ્યું હતું કે, “પાંચ માઓવાદીઓ સાથે અથડામણ થઇ હતી ત્યારે કેટલાકને ગોળી વાગી હતી. ત્યાર બાદ તમામ માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.તેમણે કહ્યું કે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) અશોક પ્રિયદર્શીએ જણાવ્યું કે ગોળીબાર સવારે 8.30 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. “જપ્ત કરાયેલા હથિયારોમાં બે એકે-47 રાઈફલ્સ અને બે દેશી બનાવટની રાઈફલ્સનો સમાવેશ થાય છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.” પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે માઓવાદી સ્પેશિયલ એરિયા કમિટી (એસએસી)ના સભ્ય ગૌતમ પાસવાન, જેમને રૂ. 25 લાખનું ઈનામ હતું, તે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. "તેની ચકાસણી કરવામાં આવી રહી છે,"