Home State Gujarat Ahmedabad  news:અમદાવાદમાં પોલીસનું નવું માળખું: DCP ઝોન-8 કચેરી શરૂ, 6 પોલીસ સ્ટેશનનો...

Ahmedabad  news:અમદાવાદમાં પોલીસનું નવું માળખું: DCP ઝોન-8 કચેરી શરૂ, 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ; વસ્ત્રાલ અને મોટેરા નવા પોલીસ સ્ટેશન બનશે

0
285
Ahmedabad  news
Ahmedabad  news

Ahmedabad  news:અમદાવાદ શહેરના પૂર્વ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગુનાખોરી પર લગામ કસવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે નવો DCP ઝોન-8 કાર્યરત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકના નિર્ણય અનુસાર, આ નવા ઝોનની મુખ્ય કચેરી રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવશે. તાજેતરમાં નિમણૂક પામેલા IPS અધિકારી મયુર પાટીલ ઝોન-8ના પ્રથમ DCP તરીકે કાર્યભાર સંભાળશે.

Ahmedabad  news:નવા ઝોન-8નું માળખું અને પોલીસ સ્ટેશનો

Ahmedabad  news

નવા ઝોન-8માં શહેરના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ અને રીંગરોડ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ ઝોનમાં કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે:

  1. રામોલ (ઝોન-5 માંથી)
  2. નિકોલ (ઝોન-5 માંથી)
  3. ઓઢવ (ઝોન-5 માંથી)
  4. વટવા (ઝોન-6 માંથી)
  5. વટવા GIDC (ઝોન-6 માંથી)
  6. વસ્ત્રાલ (નવું બનનાર પોલીસ સ્ટેશન)

Ahmedabad  news:અન્ય મહત્વના ફેરફારો

  • મોટેરા પોલીસ સ્ટેશન: ઝોન-2 માં નવું મોટેરા પોલીસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
  • હંસપુરા પોલીસ સ્ટેશન: નવા બનનારા હંસપુરા પોલીસ સ્ટેશનનો સમાવેશ ઝોન-4 માં કરવામાં આવ્યો છે.
  • કૃષ્ણનગર: ઝોન-4 હેઠળ આવતું કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હવે ઝોન-5 ના કાર્યક્ષેત્રમાં આવશે.

ઔદ્યોગિક પટ્ટા પર ખાસ નજર

ઝોન-8 બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય નિકોલથી વટવા GIDC સુધીના મોટા ઔદ્યોગિક વિસ્તાર અને રીંગરોડ પર થતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. ઓઢવ, નિકોલ અને વટવા જેવા વિસ્તારોમાં GIDC આવેલી હોવાથી ત્યાં સતત મોનિટરિંગ જરૂરી છે. એક જ DCP હેઠળ સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ પટ્ટો આવવાથી વહીવટી સરળતા રહેશે અને રીંગરોડ પરની સુરક્ષા પણ વધશે.

Ahmedabad  news

કમિશનરની મુલાકાત અને મંજૂરી

પોલીસ કમિશનરે રામોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ DCP ઓફિસ માટેની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો ‘રૌદ્ર’ અવતાર: 10 દિવસમાં જ 3 વર્ષના રેકોર્ડ તૂટ્યા,16 માર્ચ સુધી હીટવેવની આગાહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે