HomeBreaking Newsમોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર

સેશન્સ કોર્ટે આરોપી જયસુખની જામીન અરજી ફગાવી

jaysukh

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેલમાં રહેલા આરોપી જયસુખ પટેલને ફરી મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે, જોકે હવે જયસુખ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે. મહત્વનું છે કે, ગત 30 ઓક્ટોબરના રોજ મોરબીના ઇતિહાસમાં ગોઝારી કહી શકાય તેવી દુર્ઘટનામાં અજંતા – ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં કંપનીના મેનજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે 31 જાન્યુઆરી 2023ના રોજ મોરબી કોર્ટમાં સરન્ડર કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments