HomeAhmedabadગુજરાતમાં કોરોનાના નવા ૩૯૨ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૩૯૨ કેસ

સૌથી વધુ અમદાવાદમાં નવા ૧૪૫ કેસ, ગીરસોમનાથમાં ૧નું મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધઘટ યથાવત છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૩૯૨  કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૪૫ કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં ૫૮, સુરતમાં ૩૭, રાજકોટમાં ૨૨, મહેસાણામાં ૩૫, ગાંઘીનગરમાં 1૬ કેસ, જ્યારે વલસાડમાં ૧૩ સામે આવ્યા છે. ગીરસોમનાથમાં કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે. ગુજરાતમાં વધુ ૨૫૮ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ ૨૨૨૦ છે. જેમાંથી હાલ ૩ દર્દીઓની હાલત વધુ ખરાબ રહેતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments