Home State Gujarat Navsari Flooded: નવસારી પૂરની હોનારત, પૂર્ણા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર,...

Navsari Flooded: નવસારી પૂરની હોનારત, પૂર્ણા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર, કાશીવાડીમાં 9 ફૂટ પાણી ઘૂસતા 300 પરિવારો બેઘર!

0
80
Navsari Flooded
Navsari Flooded

Navsari Flooded: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લા પર મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 7 જુલાઈની મોડી રાત સુધીમાં વરસેલા અવિરત 16 ઈંચ જેટલા ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર એટલે કે 27 ફૂટે વહેતી થતાં નવસારી શહેર પૂરના પાણીમાં ડૂબી ગયું છે. આકાશી નજારો જોતાં સમગ્ર શહેર એક ટાપુમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્યમાન થાય છે.

પૂરની આ ગંભીર પરિસ્થિતિને જોતાં વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ 2000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવું પડ્યું છે.

Navsari Flooded
  • ભેંસતખાડા (150 ઘરો પાણીમાં ગરકાવ): શહેરના નીચાણવાળા વિસ્તાર ભેંસતખાડામાં પૂરના 6થી 7 ફૂટ પાણી ઘૂસી જતાં લોકો હોનારતનો ભોગ બન્યા છે. ગઈકાલે બપોરથી જ લોકોએ સાવચેતી વાપરીને કિંમતી ઘરવખરી માળિયા પર ચડાવી દીધી હતી, તેમ છતાં પાણીનું સ્તર એટલું ઊંચું હતું કે ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં અને અનાજ પલળી જતાં ભારે નુકસાન થયું છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા લોકોને સમયસર ‘ધીમ્મર સમાજની વાડી’માં આશ્રય અપાયો હતો. દરિયામાં ભરતીના કારણે અહીં પાણી ઓસરવાની ગતિ ધીમી છે.
  • કાશીવાડી (9 ફૂટ સુધી પૂરના પાણી): કાશીવાડી વિસ્તારમાં પૂર્ણાના પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 8થી 9 ફૂટ જેટલા પાણી ફરી વળતાં 300થી વધુ પરિવારોને રાતોરાત ઘર છોડી ભાગવું પડ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો માંડ-માંડ બચ્યા છે. અહીં રોજિંદી ચીજવસ્તુઓ અને અનાજ પલળી જતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પાયમાલ થઈ ગયા છે.
Navsari Flooded

પૂરની આ કપરી સ્થિતિ વચ્ચે કાશીવાડીના સ્થાનિકોમાં મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પાલિકાએ માત્ર એકવાર ખીચડી ખાવા આપી, ત્યાર પછી કોઈ ડોકાયું પણ નથી!” આટલી મોટી આપત્તિમાં પણ કોઈ અધિકારી વહારે આવ્યા નથી કે નથી પૂરતા ફૂડ પેકેજની વ્યવસ્થા કરવામાં આવી. જો કે, વહેલી સવારથી પૂર્ણા નદીનું જળસ્તર ઘટતાં લોકો ઘરો તરફ પરત ફરી રહ્યા છે, પણ હજુ 4 ફૂટ પાણી હોવાથી મુશ્કેલીઓ યથાવત છે.

હવામાન વિભાગ દ્વારા આજે પણ નવસારી જિલ્લાને ‘રેડ એલર્ટ’ પર રાખવામાં આવ્યો છે, જેને પગલે નાગરિકોમાં ચિંતાનો માહોલ છે. જો ઉપરવાસમાં ફરી ભારે વરસાદ ખાબકશે, તો નવસારીની સ્થિતિ વધુ વણસી શકે છે. હાલમાં મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક હોવાનો દાવો કરી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે મેઘરાજા ખમૈયા કરે છે કે ફરી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઈરાન સાથે યુદ્ધવિરામ ખતમ! NATO સમિટમાં ટ્રમ્પની ગર્જના- ‘અમે 80 ઠેકાણા ઉડાવ્યા, હવે કોઈ કરાર નહીં થાય’; ક્રૂડ ઓઈલ 6% ઉછળ્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે