ઇન્ડોનેશિયામાં ૭.૦ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

0
215

૧૪ એપ્રિલે ઇન્ડોનેશિયાના તુબનથી 96 કિલોમીટર ઉત્તરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૭ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ સુધીમાં જાનહાનિના કોઇપણ સમાચાર સામે આવ્યા નથી. મહત્વનું છે કે, ૧૩ એપ્રિલે પણ ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.9 નોંધાઈ હતી.