HomeBreaking Newsતોડકાંડ મામલામાં યુવરાજસિંહના મિત્ર પાસેથી મળ્યા 38 લાખ

તોડકાંડ મામલામાં યુવરાજસિંહના મિત્ર પાસેથી મળ્યા 38 લાખ

ભાવનગર પોલીસને હાથ લાગી મોટી સફળતા

ડમી કાંડમાં થયેલા તોડ કાંડને લઈને ભાવનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ભાવનગર પોલીસે તોડકાંડ મામલામાં કાનભા ગોહિલ કે જે યુવરાજસિંહના સાળો થાય છે, તેના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. જીત નામના આ વ્યક્તિને કાનભાએ ભાગી જતા પહેલા 38 લાખ રૂપિયા આપ્યા હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે.તાજેતરમાં પુછપરછ પછી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલામાં યુવરાજસિંહનો સાળો કાનભા ગોહિલ પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. ભાવનગર પોલીસ સતત આ તોડ કાંડને લઈને તપાસનો ધમધમાટ પુરજોશમાં કરી રહી છે. દરમિયાન ભાવનગરમાં રહેતા જીતનામના વ્યક્તિ કે જે કાનભા ગોહિલનો મિત્ર છે. તેના ઘરે તપાસ હાથ ધરી હતી. દમિયાનમાં તેના ઘરેથી પોલીસને 38 લાખ રૂપિયા રોકડ મળી આવી હોવાની વિગતો સામે આવી છે. પોલીસ થોડા જ સમયમાં સત્તાવાર રીતે જાહેર કરશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments