સરસ્વતી દેવી : રામ મંદિર માટે ૩૦ વર્ષથી મૌન, હવે તૂટશે મૌન

0
224
સરસ્વતી દેવી
સરસ્વતી દેવી

સરસ્વતી દેવી : 22 જાન્યુઆરી એ ભારત માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. તે દિવસે ભગવાન રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજશે. જેને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર બનવાના કારણે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઊમટી રહ્યા છે. આખી અયોધ્યા રામમય બની ગઈ છે, ત્યારે ઘણા ભક્તો એવા પણ છે કે જેમની પ્રભુ રામ પ્રત્યેની ભક્તિ રંગ સાવ અલગ જ હોય છે. આવી જ એક મહિલા ભક્ત છે ઝારખંડની, જેમને છેલ્લા 30 વર્ષથી મૌન વ્રત રાખ્યું છે. અને તે 22 જાન્યુઆરીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પોતાનું વ્રત તોડશે.

સરસ્વતી દેવી



અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ ધનબાદ નિવાસી સરસ્વતી દેવીનો ચહેરો ખીલી ઉઠ્યો છે. આ સુખમાં તેમની તપસ્યા પણ સામેલ છે. સરસ્વતીજી એ ત્રણ દાયકા પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ મૌન વ્રત રાખશે. હવે મૌન તોડવાનો સમય નજીક આવી ગયો છે.

1990ના દાયકામાં જ્યારે અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં આંદોલન વધી રહ્યું હતું ત્યારે ધનબાદની રહેવાસી સરસ્વતીજી મંદિર બનાવવાનું સપનું જોયું હતું. સરસ્વતી દેવીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની ઈચ્છા સાથે મૌન વ્રત શરૂ જે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ‘રામ… સીતારામ’ શબ્દો સાથે તેમનું આ મૌન વ્રત પૂર્ણ થશે. અત્યારે સરસ્વતીજીનું મૌન તુટ્યું નથી એટલે જ્યારે મીડિયાના લોકો તેમના ઘરે પહોંચ્યા તો તેમણે તાળી પાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

સરસ્વતી દેવી

સરસ્વતી દેવી : સૌથી પહેલો શબ્દ સીતારામ બોલી મૌન તોડશે

સરસ્વતીજી મોટાભાગે તીર્થસ્થાનોમાં જ રહે છે. અને પોતાનો તમામ સમય ભક્તિ કરીને વિતાવે છે. અને ત્યારે પણ તેઓ હંમેશા મૌન જ પાળે છે. જો કુટુંબના સભ્યોને કંઈક કહેવું હોય તો તે લેખીને જણાવે છે. સરસ્વતી દેવીના નાના પુત્ર હરિરામ અગ્રવાલે જણાવ્યું હતું કે અયોધ્યાનું વિવાદિત માળખું તૂટી પડ્યા પછી તેની માતાએ મૌન પાળ્યું હતું. તેને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભગવાન રામ મંદિરમાં બિરાજશે નહિ ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં તે એક પણ શબ્દ નહી બોલે.

સરસ્વતી દેવીએ લખીને જણાવ્યું હતું કે આટલા વર્ષોના મૌન બાદ તે સૌથી પહેલો શબ્દ સીતારામ-સીતારામ બોલશે. સરસ્વતી દેવીને પણ અયોધ્યા આવવાનું આમંત્રણ મળ્યું છે. તે 8 જાન્યુઆરીના રોજ અયોધ્યા જવાના છે.

સરસ્વતી દેવી

સરસ્વતી દેવીના લગ્ન 65 વર્ષ પહેલા ધનબાદના ભોનરામાં રહેતા દેવકીનંદન અગ્રવાલ સાથે થયા હતા. રાજસ્થાનથી ધનબાદ આવેલા સરસ્વતી દેવી ક્યારેય શાળાએ ગયા નથી. તેમના પતિએ તેમને મૂળાક્ષર શીખવ્યા હતા. તે પછી પુસ્તકો જોઈને લખતા વાંચતા શીખ્યા. સરસ્વતી દેવી દરરોજ ધાર્મિક ગ્રંથો વાંચે છે. જ્યારે દિવસમાં એકવાર સાત્વિક ખોરાક જમે છે.

તમે આ પણ વાંચી શકો છો

દેવરહા બાબા : રાજીવ ગાંધીને કહ્યું હતું રામ મંદિરની કરો પ્રાણ પ્રતિષ્ઠા, કોંગ્રેસ ચુકી ગઈ મોકો