HomeGujaratમહાઠગ કિરણ પટેલવિરુદ્ધ વધુ એક ફરિયાદ, જોણો શું છે સમગ્ર મામલો

મહાઠગ કિરણ પટેલવિરુદ્ધ વધુ એક ફરિયાદ, જોણો શું છે સમગ્ર મામલો

મહાઠગ કિરણ પટેલને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કિરણ પટેલ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદનાં વેપારીએ કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં PMO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી છેતરપિંડી આચરી હોવાનું કહેવામાં આવ્યું છે. PMO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી અને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ, લલિત હોટેલનું રૂમનું ભાડું સહિતનો ખર્ચ કરાવ્યો હોવાનું કહેવાયું છે. અમદાવાદની હયાત હોટેલ અને શ્રીનગરની ફ્લાઇટ અને હોટેલનાં રૂમનું ભાડું પેટે 3,51,000 ખર્ચાવ્યા હતા. આ સાથે વોટ્સએપ પર PMO ઓફિસરનું વીઝીટીંગ કાર્ડ મોકલી વિશ્વાસ કેળવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments