બગોદરા પોલીસે  ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

0
684

બગોદરા પોલીસે લસણની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારુ ઝડપી પાડયો હતો.જિલ્લા પોલીસ વડા અમીત વસાવા અને ધોળકા નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિની સૂચનાને પગલે પોલીસ અધિકારીઓ બગોદરા-તારાપુર ત્રણ રસ્તા ઉપર રાત્રે વાહન ચેકીંગ કરી રહ્યા હતાં ત્યારે બાતમી મળી હતી કે બગોદરાનાં વટામણ તરફથી બોલેરો પીકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો આવી રહ્યો છે . બાતમીનાં આધારે  ગાડીમાં તપાસ કરતાં લસણનાં કોથળા નીચેથી ભારતીય બનાવટના બીયરની 50 પેટીઓમાંથી 1200 નંગ બીયરનાં ટીન મળી આવ્યા હતાં. પોલીસે 4,49,000 રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરીને બુટલેગર સરદાર મૌર્યને ઝડપી પાડ્યો છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ