HomeGujaratજયસુખ પટેલને ન મળ્યા જામીન

જયસુખ પટેલને ન મળ્યા જામીન

મોરબી ઝુલતા પુલ મામલે પોલીસ દ્વારા દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી કોર્ટે ત્રણ આરોપીના જામીન મંજુર કર્યા છે. જયારે જયસુખ પટેલના જામીન મંજુર નથી કરવામાં આવ્યા. આ સાથે જ જયસુખ પટેલ સહિતના સાત આરોપીઓ હજુ જેલમાં જ બંધ રહેશે. મહાદેવભાઈ સોલંકી, દિલીપભાઈ ગોહિલ તેમજ મુકેશભાઈ ચૌહાણના જામીન કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. અત્ર મહત્વની વાત એ છે કે ઓરેવા કંપનીના માલિક હજુ પણ જેલની હવા ખાઈ રહ્યા છે. જયસુખ પટેલને ઘરના ગાદલા અને ટીફીન માટે મંજૂરી આપવામાં આવેલી છે. જયસુખ પટેલ સાથે તેના બે મેનેજર અને ક્લાર્ક પણ હાલમાં જેલમાં બંધ છે. જયસુખ પટેલ હાલમાં સતત જામીન માટે કોર્ટમાં અરજી કરી રહ્યા છે ત્યારે કોર્ટ દ્વારા પણ તેમના જામીન નામંજુર કરવામાં આવી રહ્યા છે.

જોવો વીઆર લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments