Zomato green uniform: ભારે વિવાદ વચ્ચે ઝોમેટોએ વેજ ફ્લીટ માટે ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચ્યો

0
50
Zomato green uniform: ભારે વિવાદ વચ્ચે ઝોમેટોએ વેજ ફ્લીટ માટે ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચ્યો
Zomato green uniform: ભારે વિવાદ વચ્ચે ઝોમેટોએ વેજ ફ્લીટ માટે ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચ્યો

Zomato green uniform: પ્યોર વેજ ફ્લીટની જાહેરાત કર્યા બાદ લોકોના ભારે રોષ ગુસ્સો વચ્ચે, ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો (Zomato Row) એ સ્પષ્ટ કર્યું છે કે તેના તમામ ડિલિવરી પાર્ટનર્સ લાલ કપડાં પહેરવાનું ચાલુ રાખશે.

ઝોમેટોએ નવી સેવા હેઠળ શાકાહારી ફૂડ ડિલિવરી કરનારા લોકો માટે ગ્રીન યુનિફોર્મ (Zomato Dress Code) દાખલ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. Zomato CEO દીપિન્દર ગોયલે આજે સવારે પોસ્ટ કર્યું, “અમે શાકાહારીઓ માટે ફ્લિટ ચાલુ રાખવા જઈ રહ્યા છીએ, અમે લીલા રંગ (Zomato green uniform) ના કપડાંનો ઉપયોગ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. અમારો નિયમિત કાફલો અને શાકાહારી કાફલો બંને લાલ રંગના કપડાં પહેરશે.”

Zomato green uniform: ભારે વિવાદ વચ્ચે ઝોમેટોએ વેજ ફ્લીટ માટે ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચ્યો
Zomato green uniform: ભારે વિવાદ વચ્ચે ઝોમેટોએ વેજ ફ્લીટ માટે ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચ્યો

ડિલિવરી બોયની સલામતી સૌથી મહત્વપૂર્ણ : Zomato CEO દીપિન્દર ગોયલ

દીપન્દર ગોયલે કહ્યું કે જે ગ્રાહકો ‘પ્યોર વેજ’ વિકલ્પ પસંદ કરે છે તેઓ મોબાઈલ એપ પર જોઈ શકે છે કે તેમના ઓર્ડર માત્ર શાકાહારી કાફલા દ્વારા જ ડિલિવરી કરવામાં આવશે. તેમણે કહ્યું, “આ સુનિશ્ચિત કરશે કે અમારા રેડ યુનિફોર્મ ડિલિવરી પાર્ટનર્સ નોન-વેજ ફૂડ સાથે ખોટી રીતે સંકળાયેલા નથી, અને તેમની એન્ટ્રી કોઈપણ RWA અથવા સોસાયટી દ્વારા કોઈ ચોક્કસ દિવસે અવરોધિત કરવામાં આવી નથી. અમારા ડિલિવરી બોય્સની શારીરિક સુરક્ષા તે સૌથી મહત્વપૂર્ણ છે.”

હવે અમને સમજાયું…: Zomato CEO

દીપિન્દર ગોયલે પોસ્ટમાં કહ્યું, “અમને હવે સમજાયું છે કે અમારા કેટલાક ગ્રાહકો પણ તેમના મકાનમાલિકોને કારણે મુશ્કેલીમાં આવી શકે છે અને જો અમારા કારણે આવું થયું હોય તો તે સારું નહીં હોય.” ગઈકાલે “પ્યોર વેજ” સેવાની જાહેરાત બાદ આ મુદ્દાઓ ઉઠાવવા બદલ તેણે સોશિયલ મીડિયાનો પણ આભાર માન્યો હતો.

Zomato green uniform: ભારે વિવાદ વચ્ચે ઝોમેટોએ વેજ ફ્લીટ માટે ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચ્યો
Zomato green uniform: ભારે વિવાદ વચ્ચે ઝોમેટોએ વેજ ફ્લીટ માટે ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચ્યો

ઝોમેટોએ ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચ્યો | Zomato green uniform

તમને જણાવી દઈએ કે Zomato ની “શુદ્ધ શાકાહારી” સેવા અને અલગ-અલગ કલર કોડ (Zomato green uniform) ની જાહેરાત બાદ ગઈ કાલે સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો હતો. કેટલાક વપરાશકર્તાઓ તેને આધુનિક સમયમાં જાતિવાદનું એક સ્વરૂપ કહે છે.

અન્ય લોકોએ કહ્યું કે લાલ કપડાં જોયા પછી, ડિલિવરી બોયને તેમના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી શકે છે જ્યાં વધુ શાકાહારી લોકો રહેતા હોય છે. આનાથી માંસાહારી ખોરાકનો ઓર્ડર આપનારાઓને અસુવિધા થશે. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે આનાથી નોનવેજ ફૂડનો ઓર્ડર આપતા ભાડૂતોને સમસ્યા થઈ શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો