HomeDeshદિલ્હી એરપોર્ટ પણ કેમ થઇ કટોકટી જાહેર

દિલ્હી એરપોર્ટ પણ કેમ થઇ કટોકટી જાહેર

દિલ્હી એરપોર્ટ પર શનિવારે સંપૂર્ણ કટોકટી જાહેર કરાઇ હતી. વાત જાણે એમ છે કે, દુબઈ જતી FedEx ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી તરત જ પક્ષી સાથે અથડાતાં દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. સૂત્રોનું માનીએ તો આ પગલું એટલા માટે લેવામાં આવ્યું હતું કે, એરક્રાફ્ટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ શકે અને ટેક્નિકલ એક્સપર્ટ ફરીથી ઉડાન ભરવાની પરવાનગી આપતા પહેલા એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી છે કે નહીં તેની તપાસ કરી શકે. આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાઓ પણ તૈનાત કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બર્ડ હિટ અસામાન્ય નથી, પરંતુ તે વિશાળ તકનીકી પડકારો રજૂ કરે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments