મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ચિકલાના ગામની અનોખી પરંપરા

0
43

ચિલાકાના ગામમાં ૬ મહિના પહેલા જ ઉજવાય છે દશેરા

શારદીય નવરાત્રિને બદલે ચૈત્રી નવરાત્રિમાં જ થાય છે રાવણ દહન

ભારત દેશ વિવિધતામાં એકતા માટે વિશ્વ વિખ્યાત છે, અહીં ડગલેને પગલે ભાષા, ખાન-પાન અને પરંપરા બદલાય છે. તેવી જ રીતે અહીં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ધાર્મિક માન્યતાઓ પણ છે, જેમ કે, મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાનું એક ગામ એવું છે, શારદીય નવરાત્રિ નહીં, પરંતુ ચૈત્રી નવરાત્રિમાં જ રાવણના અંતની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. રતલામ જિલ્લાના ચિકલાના ગામમાં રાવણની મૂર્તિનું નાક કાપીને છ મહિના પહેલા જ તેનો પ્રતીકાત્મક અંત કરી દેવામાં આવે છે. ગ્રામજનો અહીં ગ્રામજનો ચૈત્ર નવરાત્રિના દસમા દિવસે ભવ્ય સમારોહ આયોજિત કરીને ભાલાથી રાવણનું નાક કાપીને તેનો અંત કરે છે, ત્યારબાદ અહીં શારદીય નવરાત્રિના દશેરાએ રાવણ દહન થતું નથી. અહીં ભવ્ય ચલ સમારોહનું આયોજન થાય છે, જે બાદ રામ અને રાવણની સેના કાર્યક્રમ સ્થળ પર પહોંચે છે, ત્યાં બંને સેના વચ્ચે યુદ્ધ પણ થાય છે, ત્યારબાદ રાવણનો અંત કરવામાં આવે છે. અહીં કાર્યક્રમ પહેલા ભગવાન રામની શોભા યાત્રા પણ કાઢવામાં આવે છે, જેમાં રામ ભક્ત ઝૂમતા ગાતા, જયકાર કરતા નીકળે છે. ગામમાં થનારા આયોજનને લઈને બે દિવસ મેળો પણ ભરાય છે.