HomeSportsગુજરાત ટાઈટન્સના ઓલરાઉન્ડર ખેલાડી રાશિદ ખાનની પ્રતિક્રિયા

ગુજરાત ટાઈટન્સના ઓલરાઉન્ડર ખેલાડી રાશિદ ખાનની પ્રતિક્રિયા

હું ત્રણેય ફોર્મેટમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું : રાશિદ

હું મારા કોચ અને કેપ્ટનનો આભાર માનું છું : રાશિદ

આઈપીએલ ૨૦૨૩ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સના ઓલરાઉન્ડર ખેલાડી રાશિદ ખાને પોતાની બોલિંગની સાથે-સાથે બેટિંગથી પણ જોરદાર પ્રદર્શન કર્યું છે, તેમણે 19મી ઓવરમાં ગુજરાત માટે 3 બોલમાં 10 રન બનાવ્યા અને એક સિક્સ અને ફોરની મદદથી બે વિકેટ પણ લીધી. આ મેચમાં રાશીદ ખાનને  પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે બાદ રાશિદે જણાવ્યું હતું કે, “હું આ મેચના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું, મને આ ટૂર્નામેન્ટમાં ઘણી એનર્જી મળશે. હું હંમેશા ત્રણેય ફોર્મેટમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું, મેં આ મેચમાં રાઇટ હેન્ડ બેટ્સમેનોને સારી લાઇન અને લેન્થ પર બોલિંગ કરી હતી. મને ખબર હતી કે, હું સારી બોલિંગ કરી શકીશ, હું નેટ્સમાં બેટિંગ કરું છું, તેથી મને મેચમાં તેનો ફાયદો મળ્યો હતો. આ માટે હું મારા કોચ અને કેપ્ટનનો આભાર માનું છું.”

rashid
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments