સુપ્રિમ કોર્ટ દિલ્હીની અરવિંદ કેજરીવાલથી નરાજ થઇ છે, આંતરરાજ્યીય પ્રોજેક્ટમાં પ્રોજેક્ટમાં આર્થિક યોગદાનને લઇને સુપ્રિમ કોર્ટ દિલ્હી સરકારથી નારાજ દેખાઇ હતી સુપ્રીમ કોર્ટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને ઝટકો આપી જાહેરાત પાછળ કરાયેલા ખર્ચનો હિસાબ માગ્યો છે. દિલ્હી સરકારે રીઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટમાં યોગદાન આપવામાં પોતે અસમર્થ હોવાનું કહ્યું હતું, જેને ધ્યાને રાખી સુપ્રીમ કોર્ટે છેલ્લા 3 નાણાંકીય વર્ષ દરમિયાન અપાયેલી જાહેરાતના ખર્ચનો હિસાબ માગ્યો છે. આ ફંડ રાષ્ટ્રીય રાજધાનીએ રાજસ્થાન અને હરિયાણાને જોડતા RRTS પ્રોજેક્ટના નિર્માણના ખર્ચ માટે આપવાનું છે.સુપ્રિમ કોર્ટના ટકોરથી અરવિંદ કેજરીવાલ સરકાર સામે સવાલો ઉભા થયા છે,
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આપ્યો 2 સપ્તાહનો સમય
જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની ખંડપીઠે આપ સરકારને આદેશ આપ્યો છે કે, તેઓ 2 સપ્તાહની અંદર જાહેરાત ખર્ચના હિસાબ સાથે એફિડેવિટ દાખલ કરે. દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વકીલે ફંડની અછત હોવાનું તેમજ નાણાકીય સહાય પૂરી પાડવામાં અસમર્થ હોવાનું ખંડપીઠને જણાવતા, કોર્ટે જાહેરાત પાછળ કરેલા ખર્ચની વિગતો આપવા આદેશ આપ્યો છે.
જાહેરાતોનું તમામ ભંડોળ યોગ્ય પ્રોજેક્ટ ઉપર ડાયવર્ટ કરો : સુપ્રીમ કોર્ટ
કોર્ટે કહ્યું કે, તમે એવું ઈચ્છો છો કે, અમે જાણીએ કે તમે કયું ફંડ ક્યાં ખર્ચ કરી રહ્યા છો. જાહેરાતોનું તમામ ભંડોળ આ પ્રોજેક્ટ માટે ડાયવર્ટ કરવું જોઈએ… શું તમે આવો આદેશ મેળવવા ઈચ્છો છો ? તમે આવું કરવા માટે કહી રહ્યા છો… બેંચે કહ્યું કે, દિલ્હી સરકારે કોમન પ્રોજેક્ટ માટે ભંડોલ આપવામાં અસમર્થતા જાહેર કરી છે. ભંડોળની અછતના કારણે આ પ્રોજેક્ટને અસર પડી રહી છે… અમે NCT દિલ્હીને જાહેરાતમાં ઉપયોગ થયેલા ભંડોળ અંગે એફિડેવિટ દાખલ કરવાનું કહી રહ્યા છીએ, કારણ કે આ પ્રોજેક્ટ રાષ્ટ્ર માટે ખુબ મહત્વપૂર્ણ છે. વિગતો ગત નાણાંકીય વર્ષની હોવી જોઈએ…