HomeMainરાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનાર ભાજપ નેતા

રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનાર ભાજપ નેતા

રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનાર નેતા ને ભાજપ બચાવી રહી છે ?

તમે જો વિપક્ષના નેતા હોવ તો નિશ્ચિત કાયદો કાયદાનો કામ કરે છે, પણ જો તમે સત્તા પક્ષમાં હોવ તો  કાયદો ઢીલો પોચો અને વામણો બની જાય છે, આ વાત દિલ્હીમાં મહિલા કુસ્તીબાજોના કેસમાં તો સાબિત થઇ છે,પણ રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનાર ભાજપ નેતા માં પણ છે, કારણ કે હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે,રાજકોટ શહેર પોલીસે સોરઠીયાવાડી સર્કલ પાસે જાહેર શૌચાલયણી સુવિધામાં તકરાર દરમિયાન દુકાનદાર પર ગોળીબાર કરવા બદલ તપાસ હાથ ધરી છે,જેમાં રાજકોટ ભાજપ શહેર સંગઠનના મંત્રી કરણ રાજુ ભાઇ સોરઠિયા શૌચાલય સંચાલક સાથે માથા કુટ કરી રહ્યા છે, સાથે તેને અપશબ્દો બોલી રહ્યા છે.

ભાજપના યુવા નેતાએ  જાહેરમાં કર્યો ફાયરિંગ

રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ ભાજપ નેતા
રાજકોટમાં ફાયરિંગ નેતા

પોલીસે કેમ કાર્યવાહી કરતી નથી ઉઠી રહ્યા છે સવાલો

ઘટના સ્થળ ઉપર પોલીસ કર્મચારી પણ દેખાય છે, અને અચાનક  કરણ સોરઠિયા એક પછી એક ત્રણ ફાયરિંગ કરી દે છે.પ્રત્યક્ષદર્શીઓ મુજબ કરણ સોરઠિયા નશામાં હતો, હવે મહત્વની વાત એ છે  આ મુદ્દે સ્થાનિક ભાજપ કઇ બોલવા તૈયાર નથી, અને પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી ,જેની ચર્ચા હાલ સમગ્ર રાજકોટ અને ભાજપમાં થઇ રહી છે. “દુકાનદારે સોરઠીયાને શૌચાલયનો હવાલો સંભાળતા માણસને ન મારવા કહ્યું. દુકાનદાર અને સોરઠીયા વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ હતી. આ પ્રક્રિયામાં, સોરઠિયાએ તેની લાયસન્સવાળી રિવોલ્વર બહાર કાઢી અને હવામાં અને દુકાનદાર પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું,” રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાએ માહિતી આપી હતી.

ભુપેન્દ્ર પટેલનું મેહસાણામાં પાટીદાર દ્વારા ભવ્ય સ્વાગત :-

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments