Home Main ગુજરાતના આ બે કદ્દાવર નિવૃત અધિકારી ઓ કોણ છે જેમની નિમણુંકોને લઇને...

ગુજરાતના આ બે કદ્દાવર નિવૃત અધિકારી ઓ કોણ છે જેમની નિમણુંકોને લઇને થઇ રહી છે ચર્ચા

0
471

ગુજરાત સરકારે કેટલાક અધિકારી ઓને વધારાની નિમણૂકો આપી છે અને કેટલાક ફેરફાર કર્યા છે, જેના અનુસંધાને મુખ્યમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર ડો. હસમુખ અઢિયાને ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ વડોદરાના ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.તો ગિફ્ટ સિટીની જવાબદારી પણ અપાઇ છે,  નિવૃત્ત IAS અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તાને ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર જનરલ બનાવાયા એ ઉપરાંત તેમને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર પદે પણ નિમણૂંક આપવામાં આવી છે.

પીકે તનેજાની સેવાઓ સમાપ્ત કરવામાં આવી

હસમુખ અઢિયા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકેલા 1981ની બેચના ગુજરાત કેડરના નિવૃત્ત અધિકારી છે. અગાઉ રાજ્ય સરકારે મુખ્યમંત્રીના એડવાઇઝર એસએસ રાઠોરને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)ના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા. બીજી તરફ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી નિવૃત્ત થયેલા ડો. રાજીવકુમાર ગુપ્તાને લાંબા સમય પછી ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગરમાં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ આપી છે, આ જગ્યાના હવાલામાંથી નિવૃત્ત આઇએએસ અધિકારી પીકે તનેજાની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. તેમનો આ ઓર્ડર સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડયો છે.

લલીત પાડલિયાને એક વર્ષ માટે નિમણૂંક અપાઈ

રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગના સેક્રેટરી (અપીલ્સ) અને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે 2003ની બેચના નિવૃત્ત આઇએએસ લલીત પાડલિયાને એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર નિમણૂંક આપવામાં આવી છે. એ ઉપરાંત મહેસૂલ વિભાગના આદેશ પ્રમાણે ગુજરાત વહીવટી સેવાના એનઆર દુબે કે જેમને નાયબ કલેક્ટરની કરેલી બદલીના હુકમો મૂળ અસરથી રદ કરી તેમને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના જનરલ મેનેજરની જગ્યાએ ફરજ બજાવતા ટીજે વ્યાસની જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે, જ્યારે ટીજે વ્યાસની નાયબ કલેક્ટરની સેવાઓ મહેસૂલ વિભાગ હસ્તક મૂકવામાં આવી છે.

પંકજકુમાર પણ એક વિભાગમાં ચેરમેન બને તેવી સંભાવના

રાજ્ય સરકારે ત્રણ જાહેર સાહસોમાં રાજકીય નિમણૂંકો કરી છે પરંતુ તેમાં નિવૃત્ત અધિકારીઓને મૂક્યા છે જે અચરજ પમાડે તેવું છે. હવે રાજ્યના નિવૃત્ત આઇએએસ ઓફિસર અને પૂર્વ ચીફ સેક્રેટરી પંકજકુમારનું પોસ્ટીંગ કરવામાં આવે તેવી સંભાવના છે. સચિવાલયના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તેમને ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરમેનનું પદ આપવામાં આવી શકે તેમ છે, કેમ કે આ જગ્યા નિવૃત્ત આઇએએસ અમરજીતસિંઘનો ટેન્યોર પુરો થતાં નવેમ્બર ૨૦૨૨થી ખાલી પડી છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે