IPhone Unlock: જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પોતાનો વ્યક્તિગત આઇફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ઉપરાંત, તેણે EDને પાસવર્ડ આપવાની ઘસીને પણ ના પાડી દીધી હતી, પરંતુ જ્યારે EDએ આ અંગે Apple ની મદદ માંગી તો કંપનીએ કોઈ ડેટા આપવાનો ઈન્કાર કરી દીધો. એપલે કહ્યું કે iPhone ના ડેટાને એક્સેસ કરવા માટે પાસકોડ નાખવો જરૂરી છે. આ પછી ફરી એકવાર Apple ની પ્રાઈવસી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Apple એ પહેલીવાર આવું કર્યું નથી. આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યારે Apple IPhone માલિકોનો ડેટા શેર કરવાનો સાફ-સાફ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો.
IPhone Unlock: અમેરિકનોના હત્યારાનો આઈફોન
2020 માં, સાઉદી એરફોર્સના અધિકારી મોહમ્મદ સઈદ અલ શમરાનીએ પેન્સાકોલા નેવલ એર સ્ટેશન પર કથિત રીતે ત્રણ અમેરિકનોની હત્યા કરી હતી. જ્યારે અમેરિકાની તપાસ એજન્સી FBI એ આ અંગે એપલનો સંપર્ક કર્યો તો કંપનીએ ડિવાઈસને અનલોક કરવાનો ઈન્કાર કરી દીધો. જો કે, iCloud બેકઅપ અને બેંક ખાતાના વ્યવહારોનો કેટલોક ડેટા ચોક્કસપણે આપવામાં આવ્યો હતો.
એપલે ડેટા કેમ ન આપ્યો?
એપલે કહ્યું, ‘અમે ક્યારેય પાછલા દરવાજાનો સહારો લેતા નથી અને અમે હંમેશા આને જાળવી રાખ્યું છે. કારણ કે પાછલા દરવાજાની મદદ એવા લોકો પણ લઈ શકે છે જેઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
અમે અમારા ગ્રાહકોની ડેટા સુરક્ષાને બીજા બધાથી ઉપર ગણીએ છીએ. અમે માનીએ છીએ કે એન્ક્રિપ્શન દરેક માટે મહત્વપૂર્ણ છે. અમેરિકનોએ એનક્રિપ્શનને નબળું પાડવું અને તપાસનો ઉકેલ લાવવા વચ્ચે પસંદગી કરવાની હતી.
કંપનીની પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે જો તમારે તમારા iPhoneનો ડેટા જોઈતો હોય તો આ માટે IPhone Unlock કરવો પડશે. ઉપરાંત, કંપની દ્વારા ડિવાઈસનો ડેટા કોઈને આપવામાં આવશે નહીં. જો કોઈ અન્ય વ્યક્તિ ડેટા માટે પૂછે તો તેને પણ નકારી શકાય છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો