Home State Gujarat Weather Alert: ગુજરાતમાં કુદરતનો કહેર અમદાવાદમાં કરા પડ્યા, વેરાવળમાં 20 મિનિટમાં 1...

Weather Alert: ગુજરાતમાં કુદરતનો કહેર અમદાવાદમાં કરા પડ્યા, વેરાવળમાં 20 મિનિટમાં 1 ઈંચ વરસાદ; ખેડૂતોની ચિંતા વધી

0
281
Weather Alert
Weather Alert

Weather Alert: ગુજરાતમાં કાળઝાળ ઉનાળા વચ્ચે મેઘરાજાએ ત્રીજી વખત ધબધબાટી બોલાવી છે. આજે 3 એપ્રિલના રોજ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલ અને સિંગરવામાં ભારે પવન સાથે બરફના કરા પડતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Weather Alert

Weather Alert: વેરાવળમાં મેઘરાજાની તોફાની બેટિંગ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગીર સોમનાથના વેરાવળમાં માત્ર 20 મિનિટમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ સિવાય ભાવનગર, પાટણ અને બનાસકાંઠામાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

Weather Alert: બે વરસાદી સિસ્ટમ સક્રિય: હજુ પણ આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય છે.

  • આગામી 3 કલાક: મધ્યમ વરસાદ સાથે કરા પડવાની શક્યતા.
  • 7 એપ્રિલ: ફરી એકવાર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી.
  • તાપમાન: વરસાદને કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો છે, અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની શક્યતા છે.

કેરીના પાક પર ‘માવઠા’ની માઠી અસર

એક તરફ ગરમીથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ આ વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે.

  • બાગાયતી પાક: ખાસ કરીને આંબાના બગીચાઓમાં તૈયાર થયેલી કેરીને ભારે પવન અને કરાથી મોટું નુકસાન થવાની ભીતિ છે.
  • રવી પાક: ખેતરમાં પડેલા જીરૂ, બાજરી અને અન્ય ઉનાળુ પાક પલળી જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અવકાશમાં નવો ઇતિહાસ પૃથ્વીની કક્ષા છોડી 34,000 કિમીની ઝડપે ચંદ્ર તરફ રવાના થયા 4 અવકાશયાત્રીઓ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે