અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

0
140

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં પ્રદુષિત પાણીનો વપરાશ વધતા રોગચાળો વકર્યો છે.શહેરમાં ગંદુ પ્રદુષિત પાણી આવતા પાણીજન્ય રોગચાળો વધ્યો છે. ચાલુ મે માસ દરમિયાન પાણીજન્ય રોગચાળના આંકડા પર નજર કરવામાં આવે તો ઝાડા ઊલટીના 530 કેસ, કમળાના 132 કેસ, ટાઈફોડ-289 કેસ નોંધાયા છે. ચાલુ માસ દરમિયાન 3700 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 78 કેસો અનફિટ આવેલા છે. આરોગ્ય વિભાગ દ્વારા 15000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યાં છે.ચાલુ મહિનામાં નોંધાયલા રોગચાળાના આંકડાઓ પર નજર કરવામાં આવેતો.

મે માસ દરમિયાનનોંધાયેલા કેસો

ઝાડા ઊલટીના 530 કેસ

કમળો — 132 કેસ

ટાઈફોડ–289 કેસ