લોકસભા 2024માં ઉત્તરપ્રદેશ 80 બેઠકો પર કમળ ખીલવશે -કેશવપ્રસાદ મૌર્ય

0
99

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાનએ જણાવ્યું કે લોકસભા 2024માં ઉત્તરપ્રદેશ 80 બેઠકો પર કમળ ખીલવશે . કેશવ પ્રસાદ મૌર્ય આજે ભાજપની રાજ્ય કાર્ય સમિતિની બેઠકમાં આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ફરી કેન્દ્રમાં સરકાર બનાવશે તેવો દાવો કર્યો. તેમણે કહ્યું કે પ્રદેશમાંથી તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્ય હતા. તેજ પ્રમાણે ભાજપનો યુવા મોરચો જીત માટે હમેશા તૈયાર છે અને સતત જમીની સ્તર પર કામ કરીને લોકોની સાથે મજબુત જોડાણ ધરાવે છે.

ઉત્તરપ્રદેશ સરકાર દરેક જિલ્લાઓમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની આગેવાની હેઠળ સતત વિકાસના કાર્યો ચાલી રહ્યા છે અને હમેશા પ્રજાલક્ષી નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે આગામી લોકસભામાં પ્રદેશની તમામ 80 બેઠકો પર ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

હાલ લોકસભા 2024ની તૈયારીઓમાં તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ કમરકસી છે અને મહા ગઠબંધનની તૈયારીઓ કરીને એકજુથ થવાની કોશિશમાં લાગ્યા છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર તમામ વિપક્ષી પાર્ટીના નેતાઓને મળી રહ્યા છે અને ભાજપ સામે મજબુત વિકલ્પ અને વિચારી રહ્યા છે. આ ઉપરાંત શરદ યાદવ પણ વિપક્ષને એક મંચ પર લાવવા માટે કોશિશ કરી રહ્યા છે. તેમને કહ્યું છેકે હું વડાપ્રધાનના પદ માટે દાવેદારી નહિ કરું.

આ ઉપરાંત કોંગ્રેસ કર્ણાટક વિધાનસભામાં વિજય બાદ આત્મવિશ્વાસમાં વધારો ધરાવે છે. અને વિપક્ષી મહા ગઠબંધન માટે હાલ તેનું સ્થાન સૌથી ઉપર હોય અને કોંગ્રેસની આગેવાનીમાં આ ગઠબંધનનું સર્જન થાય તેમ ઈચ્છે છે. આ સમીકરણો જોતા હવે ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ આવનારા સમયમાં કેવી રણનીતિ બનાવે છે તે જોવાનું રહેશે.

દેશમાં અલગ અલગ રાજ્યોમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપ અત્યારથીજ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે અને રાજ્યમાં સંગઠન કક્ષાએ બેઠકો કરીને પ્રજા વચ્ચે કેન્દ્ર સરકારના કામોની યોજનાઓનો પ્રચાર કરવાનું શરુ કરી દીધું છે. આ ઉપરાંત મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં ખાસ આયોજનના ભાગ રૂપે તમામ રાજ્યોમાં જન સંપર્ક અભિયાન શરુ કરશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ