HomeGujaratપાણીનો ભર ઉનાળે વેડફાટ

પાણીનો ભર ઉનાળે વેડફાટ

પાણીની લાઈનમાં ભંગાર સર્જાતા વાઘોડિયાના રોડ રસ્તા અને મુખ્ય બજારના રોડ રસ્તા પાણી ફરી વળ્યા હતા. રોડ રસ્તા પર પાણી ફરી વળતા વેપારીઓ સહિત રાહદારીઓ ગ્રામ પંચાયત પર રોષે જોવા મળ્યો હતા. પીવાના પાણીનો હજારો લિટર વેડફાટ થતા નગરજનોને તરસે રહેવાનો વખત આવ્યો હતો.ભર ઉનાળે પીવાના પાણી ના મળતા ગ્રામજનોને ગ્રામ પંચાયતે બાહેધરી આપી  હતી કે આવતી કાલથી પાણી છોડાશે. પરંતુ મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ થવાથી પાણીનો વેડફત થયો હતો .વાઘોડિયા મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ઇન્દ્રપુરી પાસે ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે જેના પગલે તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતે પાણીની પાઇપલાઇન રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments