વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિના ભાગરૂપે રાજ્ય સરકાર ઉદ્યોગો તેમજ બિઝનેસ અગ્રણીઓ સાથે વાત કરવા અને જાન્યુઆરી 2024માં યોજાનારી સમિટ માટે તેમને આમંત્રિત કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ-શૉનું આયોજન કરી રહી છે. મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, જાપાન, યુરોપ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, વિયેતનામ અને દક્ષિણ કોરિયામાં રોડ-શૉ કર્યા પછી તેમજ નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા બાદ, ગુજરાત સરકાર હવે આગામી સોમવાર, 6 નવેમ્બર 2023ના રોજ લખનઉમાં રોડ-શૉ યોજી રહી છે.આ રોડ શૉનું નેતૃત્વ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં, RSPL ગ્રુપ, વી ગાર્ડ, સનસોર્સ એનર્જી, ડાબર ઈન્ડિયા, યંગ સ્કીલ્ડ ઈન્ડિયા જેવી સંસ્થાઓના વડાઓ સાથે ગુજરાતના મંત્રી વન-ટુ-વન બેઠકો કરશે. એસોચેમ (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકર સ્વાગત પ્રવચન આપશે. ત્યારબાદ વાઈબ્રન્ટ ગુજરાત 2024 પ્રમોશનલ ફિલ્મનું સ્ક્રીનીંગ કરવામાં આવશે અને ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા (IAS) દ્વારા ગુજરાતમાં બિઝનેસની તકો પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ દરમિયાન એક્સપિરીયન્સ શેરિંગ સેશન પણ યોજાશે. ત્યારબાદ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ સંબોધન કરશે.ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ આ રોડ શૉનું નેતૃત્વ કરશેલખનઉ રોડ શૉ દરમિયાન માનનીય મંત્રીશ્રીના નેતૃત્વમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ