Home State Gujarat વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉ 06 નવેમ્બર, 2023 ના રોજ લખનઉમાં યોજાશે

વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉ 06 નવેમ્બર, 2023 ના રોજ લખનઉમાં યોજાશે

0
468
વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉ 06 નવેમ્બર, 2023 ના રોજ લખનઉમાં યોજાશે
વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉ 06 નવેમ્બર, 2023 ના રોજ લખનઉમાં યોજાશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિના ભાગરૂપે રાજ્ય સરકાર ઉદ્યોગો તેમજ બિઝનેસ અગ્રણીઓ સાથે વાત કરવા અને જાન્યુઆરી 2024માં યોજાનારી સમિટ માટે તેમને આમંત્રિત કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ-શૉનું આયોજન કરી રહી છે. મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, જાપાન, યુરોપ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, વિયેતનામ અને દક્ષિણ કોરિયામાં રોડ-શૉ કર્યા પછી તેમજ નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા બાદ, ગુજરાત સરકાર હવે આગામી સોમવાર, 6 નવેમ્બર 2023ના રોજ લખનઉમાં રોડ-શૉ યોજી રહી છે.આ રોડ શૉનું નેતૃત્વ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી  ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવશે.  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં, RSPL ગ્રુપ, વી ગાર્ડ, સનસોર્સ એનર્જી, ડાબર ઈન્ડિયા, યંગ સ્કીલ્ડ ઈન્ડિયા જેવી સંસ્થાઓના વડાઓ સાથે ગુજરાતના મંત્રી વન-ટુ-વન બેઠકો કરશે. એસોચેમ (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકર સ્વાગત પ્રવચન આપશે. ત્યારબાદ વાઈબ્રન્ટ ગુજરાત 2024 પ્રમોશનલ ફિલ્મનું સ્ક્રીનીંગ કરવામાં આવશે અને ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ  મમતા વર્મા (IAS) દ્વારા ગુજરાતમાં બિઝનેસની તકો પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ દરમિયાન એક્સપિરીયન્સ શેરિંગ સેશન પણ યોજાશે. ત્યારબાદ ગુજરાત સરકારના  મંત્રી ઋષિકેશ પટેલ સંબોધન કરશે.ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ આ રોડ શૉનું નેતૃત્વ કરશેલખનઉ રોડ શૉ દરમિયાન માનનીય મંત્રીશ્રીના નેતૃત્વમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે