HomeGujaratદાહોદમાં આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

દાહોદમાં આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

રાષ્ટ્રપતિ સમગ્ર દેશમાં વર્ચ્યુઅલી  આયુષ્યમાન ભવ કાર્યક્રમ લોન્ચ કરશે

દાહોદમાં ૧૩મી સપ્ટેમ્બર થી વિવિધ કાર્યક્રમો યોજાશે

આયુષ્માન કાર્ડ કેમ્પ સહિત વિવિધ કેમ્પનું આયોજન

દાહોદમાં આયુષ્યમાન ભવ અભિયાન હેઠળ ૧૩મી સપ્ટેમ્બર થી વિવિધ કાર્યક્રમ યોજાશે જે અંગે દાહોદ જિલ્લા સેવા સદન  સભાખંડ ખાતે એક પત્રકાર પરિષદનું કલેકટર હર્ષિત ગોસાવી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવતની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા આગામી તારીખ 13મી સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે દેશભરમાં આયુષ્યમાન ભવ, કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે જેના અનુસંધાને દાહોદ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.દાહોદ જિલ્લામાં આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અસરકારક રીતે પહોંચી શકે તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજાજનોને આરોગ્યની યોજનાની સંપૂર્ણપણે માહિતગાર કરવા તેમજ યોજનાઓનો સો ટકા લાભ જીલ્લાના છેવાડાના ગામડાના લાભાર્થીઓ સુધી પણ પહોંચે તે માટે 17મી સપ્ટેમ્બર થી આયુષ્માન ભવ: અભિયાન હાથ ધરાશે આ અભિયાન અંતર્ગત તારીખ 13 મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે આયુષ્માન કાર્ડ કેમ્પ,રક્તદાન શિબિર સહીત વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દાહોદમાં આયુષ્માન ભવ કાર્યક્રમ હેઠળ આયુષ્માન આપકે દ્વાર ત્રીજા તબક્કાનો કાર્યક્રમ કરાશે જેમાં પીએમજય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ માટે તારીખ 17મી સપ્ટેમ્બરે ઝુંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરી એક પણ લાભાર્થી વંચિત ન રહે તેની ખાતરી કરવા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત આયુષ્માન મેળા અને આયુષ્યમાન સભાનું પણ આયોજન કરવામાં આવશે તારીખ 17 મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સેવા પખવાડીયા તરીકે ઉજવવામાં આવશે. સેવા પખવાડીયા દરમિયાન આરોગ્યને લગતી વિવિધ સેવાઓની પ્રવૃત્તિઓ સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ ઉપર પણ સ્વચ્છતા અભિયાન અને રક્તદાન શિબિર જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments