HomeGujaratShattered Dreams: સુરતમાં પૂરના પાણી ઓસરતા વેપારીઓની આંખમાં આંસુ, લાખોનું નુકસાન, રોડ...

Shattered Dreams: સુરતમાં પૂરના પાણી ઓસરતા વેપારીઓની આંખમાં આંસુ, લાખોનું નુકસાન, રોડ પર માલ વેચવા મજબૂર

Shattered Dreams: મેઘરાજાએ વિરામ લીધો છે અને સુરતના ખાડી પૂરના પાણી ઓસરી ગયા છે, પરંતુ પાછળ જે દ્રશ્યો મૂકી ગયા છે તે હૃદયદ્રાવક છે. સીમાડા વિસ્તારના શ્યામધામ ચોક સહિત આસપાસના વિસ્તારોમાં સેંકડો દુકાનોમાં ગંદા પાણી ફરી વળતા વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. વર્ષોની મહેનતથી ઉભું કરેલું સામ્રાજ્ય આંખના પલકારામાં બરબાદ થઈ જતાં વેપારીઓ રસ્તા પર આવી ગયા છે.

Shattered Dreams

Shattered Dreams: 500ની વસ્તુ 50માં વેચવા મજબૂર

દુકાનોમાં ભરાયેલા પાણીમાં કાપડ, કટલરી, નોવેલ્ટી અને અનાજનો જથ્થો સંપૂર્ણપણે પલળી ગયો છે. નુકસાન એટલું મોટું છે કે વેપારીઓ પાસે હવે માલનો નિકાલ કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. જે વસ્તુની કિંમત 500 થી 1000 રૂપિયા હતી, તેને વેપારીઓ અત્યારે માત્ર 10 થી 200 રૂપિયાના ભાવે વેચી રહ્યા છે. આ સામાન લેવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે, જ્યારે વેપારીઓ લાચારી સાથે આ દ્રશ્યો જોઈ રહ્યા છે.

Shattered Dreams

Shattered Dreams: વેપારીઓની વેદના: “5 વર્ષ પાછળ ધકેલાઈ ગયા”

  • ભાવેશભાઈ (મારુતિ ટ્રેડિંગ): “અચાનક આવેલા પાણીએ 20-25 વર્ષની મહેનત ધોઈ નાખી છે. મને અંદાજે 20 લાખથી વધુનું નુકસાન થયું છે. આ કુદરતી આફત સાથે તંત્રના આયોજનનો અભાવ પણ જવાબદાર છે. અમે એક ઝાટકે 5 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છીએ.”
  • ભૌતિક ગોંડલિયા (શાયોના હેન્ડલૂમ): “માત્ર 15-20 મિનિટમાં આખો શોરૂમ પાણીમાં ગરકાવ થઈ ગયો. 90% માલ બગડી ગયો છે અને અંદાજે 35 થી 40 લાખનું નુકસાન થયું છે.”
  • જીજ્ઞાબેન (રામનાથ શોપ): “10 વર્ષથી ધંધો કરીએ છીએ, પણ આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. દુકાન ખાલી કરી રહ્યા છીએ, પણ કશું જ બચ્યું નથી.”
Shattered Dreams

Shattered Dreams: તંત્ર સામે આક્રોશ

સ્થાનિક વેપારીઓએ તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં કોઈ નક્કર આયોજન થતું નથી. વેપારીઓ જાતે જ પોતાની દુકાનો સાફ કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ જવાબદાર અધિકારી કે લોકપ્રતિનિધિએ વેપારીઓની મુલાકાત લીધી નથી, જેને લઈને લોકોમાં રોષ છે.

Shattered Dreams

Shattered Dreams: મદદની અપેક્ષા

તમામ વેપારીઓ એકસૂરે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, જો સરકાર આ મુશ્કેલ સમયમાં આર્થિક રાહત પેકેજ કે વળતર આપે તો જ તેઓ ફરીથી શૂન્યમાંથી વ્યવસાય શરૂ કરી શકશે. સુરતના પોદાર માર્કેટ સહિતના અનેક વિસ્તારોમાં પણ આવી જ દયનીય સ્થિતિ પ્રવર્તી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઓમાનના દરિયામાં ગુજરાતી જહાજ ડૂબ્યું, સલાયાના બે ખલાસીઓના કરુણ મોત, 12નો આબાદ બચાવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments