HomeGujaratVadodara Stays Clean: વડોદરામાં ગંદકી ફેલાવતા વેપારીઓ સાવધાન! જાહેર રોડ પર કચરો...

Vadodara Stays Clean: વડોદરામાં ગંદકી ફેલાવતા વેપારીઓ સાવધાન! જાહેર રોડ પર કચરો ફેંકતા ‘રામકૃપા સ્ટોર’ને પાલિકાએ ફટકાર્યું સીલ

Vadodara Stays Clean: સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન આવવા મથી રહેલા વડોદરા શહેરમાં હવે ગંદકી કરનારાઓની ખેર નથી. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની કડક સૂચના બાદ વડોદરા કોર્પોરેશન (VMC) એક્શન મોડમાં આવ્યું છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં વારંવાર રોડ પર કચરો ફેંકતા એક સ્ટોરને કોર્પોરેશનની ટીમે સીલ મારીને સનસનાટી મચાવી દીધી છે.

Vadodara Stays Clean

Vadodara Stays Clean: શું હતી સમગ્ર ઘટના?

વડોદરા પાલિકાના વોર્ડ નંબર 14માં આવતા માંડવી-પાણીગેટ રોડ પર સફાઈ ઝુંબેશની તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર અને વોર્ડ ઓફિસરની ટીમે જોયું કે, રામકૃપા સ્ટોર’ નામની દુકાનના સંચાલકો દ્વારા દુકાનનો કચરો જાહેર રોડ પર ફેંકવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આ વેપારી અવારનવાર સમજાવવા છતાં રોડ પર ગંદકી કરતા હતા, જેના પરિણામે વહીવટી તંત્રે તાત્કાલિક અસરથી દુકાનને સીલ મારી દીધું હતું.

Vadodara Stays Clean: કડક સૂચના અને એક્શન

  • કમિશનરનો આદેશ: તાજેતરમાં જ રીવ્યુ બેઠકમાં કમિશનરે સફાઈ મામલે બેદરકારી દાખવતા લોકો સામે આકરાં પગલાં લેવા આદેશ આપ્યો હતો.
  • વેપારીઓમાં ફફડાટ: સામાન્ય રીતે કોર્પોરેશન વહીવટી ચાર્જ વસૂલતી હોય છે, પરંતુ સીધું સીલ મારવાની કાર્યવાહીથી શહેરના વેપારી આલમમાં ગભરાટ ફેલાયો છે.
  • સત્તાનો સવાલ: આ કાર્યવાહી સાથે જ બજારમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગંદકી મામલે દુકાન સીલ કરવાની સત્તા પાલિકા પાસે છે કે કેમ? જોકે, પાલિકાએ કડક સંદેશ આપ્યો છે કે જાહેર આરોગ્ય સાથે ચેડાં ચલાવી લેવાશે નહીં.

Vadodara Stays Clean: નાગરિકો માટે સંદેશ

પાલિકા દ્વારા રોજેરોજ સફાઈ કરવામાં આવે છે, પરંતુ ઘણા વેપારીઓ દુકાન મંગળ કરતી વખતે કચરો બહાર ફેંકી દેતા હોય છે. વડોદરા કોર્પોરેશનની આ કાર્યવાહી એવા લોકો માટે મોટી ચેતવણી છે જેઓ શહેરની સુંદરતા અને સ્વચ્છતાને નુકસાન પહોંચાડે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ; લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી લોકોને આપી રહ્યો છે ‘વોટ’ની શીખ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments