Home State Gujarat Vadodara Car Rent Scam: વડોદરામાં કાર રેન્ટિંગ કૌભાંડ, સેલ્ફ ડ્રાઇવના નામે લક્ઝુરિયસ...

Vadodara Car Rent Scam: વડોદરામાં કાર રેન્ટિંગ કૌભાંડ, સેલ્ફ ડ્રાઇવના નામે લક્ઝુરિયસ ‘Thar’ ગાડી લઈ ગઠિયો રફુચક્કર!

0
286
Vadodara Car Rent Scam
Vadodara Car Rent Scam

Vadodara Car Rent Scam: સંસ્કારી નગરી વડોદરામાં સેલ્ફ ડ્રાઇવ માટે લક્ઝુરિયસ કાર ભાડે આપવાના નામે છેતરપિંડીનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર ભાડે લેવાના બહાને લાખોની ગાડીઓ ઓળવી જતી ગેંગ સક્રિય હોવાના અનેક કિસ્સાઓ છતાં વધુ એક વાહનમાલિકે પોતાની કિંમતી ‘મહિન્દ્રા થાર’ (Thar) ગાડી ગુમાવવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયાની જાહેરાત જોઈને આવેલા એક ગઠિયાએ કાર માલિક સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Vadodara Car Rent Scam

Vadodara Car Rent Scam: સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને ઠગ પહોંચ્યો

મળતી માહિતી મુજબ, વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા રાજીવ નગરમાં રહેતા અને રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવતા ધર્મેશ પ્રજાપતિના પિતાએ થોડા સમય પહેલાં જ એક થાર ગાડી ખરીદી હતી. જો કે, ગાડીનો વધુ વપરાશ ન થતો હોવાથી ધર્મેશભાઈએ તેમના મિત્ર કરણ તડવીની સલાહ પર તેને સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે આપવાનું નક્કી કર્યું હતું. કરણે આ અંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક જાહેરાત પણ મૂકી હતી.

Vadodara Car Rent Scam: દમણ જવાનું કહી રોજનું ₹6,500 ભાડું નક્કી કર્યું

આ જાહેરાત જોઈને ગત ૧૩ માર્ચે જયેશ ભુપેન્દ્રભાઈ પરમાર (રહે. સમિયાલા ગામ, વડોદરા) નામના યુવકે ધર્મેશભાઈનો સંપર્ક કર્યો હતો. જયેશે જણાવ્યું હતું કે તેને મિત્રો સાથે દમણ ફરવા જવા માટે ૨ દિવસ માટે ગાડી જોઈએ છે. બંને પક્ષો વચ્ચે રોજનું ₹૬,૫૦૦ લેખે ભાડું નક્કી થયું હતું.

Vadodara Car Rent Scam: ઓળખપત્ર આપ્યા, સહીઓ કરી અને પછી ગાયબ!

૧૫ માર્ચે ફતેગંજ વિસ્તારમાં જયેશ પરમાર કાર લેવા આવ્યો હતો. તેણે કાગળ પર સહીઓ કરી અને પોતાના ઓળખપત્રો (ID પ્રોફ) પણ ધર્મેશભાઈને સોંપ્યા હતા જેથી કોઈ શંકા ન જાય. પરંતુ બે દિવસની મુદત પૂરી થઈ ગયા બાદ પણ જયેશ કાર લઈને પરત ફર્યો નહોતો. ધર્મેશભાઈએ તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો.

આસપાસ અને મિત્ર વર્તુળમાં તપાસ કરવા છતાં જયેશ કે થાર ગાડીનો કોઈ પત્તો ન લાગતાં આખરે ધર્મેશભાઈ પ્રજાપતિએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજી ફતેગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે જયેશ પરમાર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જનતા પર મોંઘવારીનો ડબલ માર પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં રૂ. 2.25નો તોતિંગ વધારો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે