Ahmedabad Mobile Snatching: અમદાવાદ શહેરમાં રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. સ્નેચિંગ કરનારા બદમાશો પોલીસના કોઈ પણ ડર વગર ધોળા દિવસે ગુના આચરી રહ્યા છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા ભૂયંગદેવ વિસ્તારમાં બાઈક પર આવેલા બે અજાણ્યા ગઠિયા એક યુવકના હાથમાંથી મોબાઈલ ફોન આંચકીને પલકવારમાં ફરાર થઈ ગયા હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ સમગ્ર ચોરીની લાઈવ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Ahmedabad Mobile Snatching: નજર ચૂકવીને પલકવારમાં કરી ચીલઝડપ
મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવક ભૂયંગદેવ વિસ્તારમાંથી પોતાના કામ અર્થે પગપાળા પસાર થઈ રહ્યો હતો. તે સમયે પાછળથી એક જ મોટરસાઈકલ પર બે અજાણ્યા બદમાશો ધસી આવ્યા હતા. બાઈક ચલાવનારા શખસે ચાલતા જતા યુવકની નજીક આવીને પોતાની બાઈક ધીમી કરી હતી. બરાબર એ જ સમયે પાછળ બેઠેલા બદમાશે ઝાપટ મારીને રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લીધો હતો. ભોગ બનનાર યુવક કંઈ સમજે કે બૂમાબૂમ કરે તે પહેલાં જ બંને આરોપીઓ ફૂલ સ્પીડે બાઈક ભગાડીને ત્યાંથી ગાયબ થઈ ગયા હતા.
Ahmedabad Mobile Snatching: તપાસ માટે CCTV ફૂટેજ આવ્યા સામે
આ ગુનાહિત કૃત્યની તમામ કડીઓ અને લાઈવ દ્રશ્યો નજીકની દુકાને લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વાઇરલ થઈ રહેલા આ ફૂટેજમાં આરોપીઓ કઈ દિશામાંથી આવ્યા, કેવી રીતે ગુનો આચર્યો અને કઈ તરફ ભાગી છૂટ્યા તેની તમામ વિગતો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો એક્શનમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ફૂટેજના આધારે આરોપીઓની મોટરસાઈકલનો નંબર મેળવવા અને તેમના ચહેરાની ઓળખ કરી તેમને કાયદાના સિકંજામાં લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
વડોદરામાં કાર રેન્ટિંગ કૌભાંડ, સેલ્ફ ડ્રાઇવના નામે લક્ઝુરિયસ ‘Thar’ ગાડી લઈ ગઠિયો રફુચક્કર!




