Fuel Fire After Petrol-Diesel: જનતા પર મોંઘવારીનો ડબલ માર પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં રૂ. 2.25નો તોતિંગ વધારો

0
108
Fuel Fire After Petrol-Diesel
Fuel Fire After Petrol-Diesel

Fuel Fire After Petrol-Diesel: રાજ્યમાં સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ ઝીંકાયો છે. ગઈકાલે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3-3 રૂપિયાનો વધારો થયો હતો, ત્યાં જ આજે (16 મે) અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલો 2.25 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ નવા ઝટકા સાથે જ હવે સીએનજી વાપરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષા ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Fuel Fire After Petrol-Diesel: CNG નો નવો ભાવ 86 રૂપિયાને પાર

Fuel Fire After Petrol-Diesel

ગઈકાલે મોડી રાતથી જ અમલી બનેલા આ વધારા પહેલા અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો રૂ. 83.77 હતો, જે હવે વધીને રૂ. 86.02 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, ગત 2 એપ્રિલ 2026ના રોજ પણ અદાણી દ્વારા CNGના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આમ, દોઢ મહિનાની અંદર જ આ બીજો મોટો ભાવવધારો છે, જેના કારણે ગ્રાહકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

Fuel Fire After Petrol-Diesel: પેટ્રોલ અને CNG વચ્ચેનો તફાવત પૂરો થયો: રિક્ષા ચાલકો ચિંતામાં

એક સમય એવો હતો જ્યારે પેટ્રોલ અને CNGના ભાવ વચ્ચે ઘણો મોટો તફાવત હતો, જેથી લોકો સીએનજી વાહનો તરફ વળ્યા હતા. પરંતુ સતત વધતા ભાવોને કારણે હવે CNG પણ પેટ્રોલની સમકક્ષ પહોંચવા આવ્યો છે. આ ભાવ વધારાની સૌથી સીધી અને મોટી અસર રિક્ષા ચાલકો પર પડી છે, જેઓ સંપૂર્ણપણે આ ઈંધણ પર નિર્ભર છે.

3 વર્ષથી ભાડું નથી વધાર્યું, હવે રિક્ષા એસોસિએશન આપશે લડત

Fuel Fire After Petrol-Diesel

રિક્ષા એસોસિએશનના જણાવ્યા અનુસાર, છેલ્લા 3 વર્ષથી રિક્ષા ચાલકોએ મુસાફરોના ભાડામાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી. અગાઉ એપ્રિલમાં જ્યારે 1.50 રૂપિયા વધ્યા ત્યારે પણ રિક્ષા ચાલકોએ આ નુકસાન સહન કરીને જૂના ભાડા જ ચાલુ રાખ્યા હતા. પરંતુ હવે એકસાથે વધુ 2.25 રૂપિયા વધી જતાં રિક્ષા ચાલકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.

એસોસિએશને સરકાર અને અદાણી ગ્રુપ સમક્ષ આ આકરો ભાવ વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચવાની માંગ કરી છે. જો આ વધારો પરત નહીં ખેંચાય, તો આગામી દિવસોમાં રિક્ષા ભાડામાં વધારો કરવો પડે તેવી મજબૂરી ઉભી થઈ છે, જેની સીધી અસર સામાન્ય મુસાફરોના ખિસ્સા પર પડશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં પકોડીપ્રેમીઓ સાવધાન! પાણીપુરીમાંથી પહેલાં વાળ અને પછી નીકળ્યું હાડકું, વીડિયો વાઇરલ