HomeGujaratAhmedabad Food Scare: અમદાવાદમાં પકોડીપ્રેમીઓ સાવધાન! પાણીપુરીમાંથી પહેલાં વાળ અને પછી નીકળ્યું...

Ahmedabad Food Scare: અમદાવાદમાં પકોડીપ્રેમીઓ સાવધાન! પાણીપુરીમાંથી પહેલાં વાળ અને પછી નીકળ્યું હાડકું, વીડિયો વાઇરલ

Ahmedabad Food Scare:  અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણીપ ડી-માર્ટ પાસે ઊભા રહેતા ‘ક્રિષ્ના ભેળ પકોડી’ વાળાને ત્યાં પકોડી ખાવા ગયેલી એક યુવતીની પકોડીમાંથી હાડકું નીકળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે, જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Ahmedabad Food Scare: વાળ નીકળ્યો તો ચલાવી લીધું, પણ છેલ્લી પકોડીમાં જે નીકળ્યું તે જોઈને હોશ ઊડી ગયા!

Ahmedabad Food Scare

મળતી માહિતી મુજબ, ગત શુક્રવારે (15 મે) સાંજે આશરે 6:30 વાગ્યે એક યુવતી તેની માતા સાથે પકોડી ખાવા ગઈ હતી. પકોડી ખાતી વખતે શરૂઆતમાં પકોડીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ ગ્રાહકે તેને સામાન્ય ગણીને અવગણ્યો હતો. જોકે, જ્યારે છેલ્લી પકોડી ખાવામાં આવી ત્યારે તેમાંથી હાડકું નીકળ્યું હતું.

Ahmedabad Food Scare: ‘લાકડું છેકહીને લારીવાળાએ બહાનું બનાવ્યું, કાપવા જતાં ભાંડો ફૂટ્યો

Ahmedabad Food Scare

જ્યારે યુવતીએ આ અંગે લારીવાળાને ફરિયાદ કરી, ત્યારે લારીવાળાએ પહેલાં એવું કહીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો કે “આ હાડકું નથી, લાકડું છે.” ત્યાં હાજર અન્ય ચાર ગ્રાહકોને આ વસ્તુ બતાવવામાં આવતા તેમણે પણ તેને હાડકું જ ગણાવ્યું હતું. લારીવાળાએ પોતાની વાત સાબિત કરવા તેને કાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કપાયું નહીં. આખરે પોતાની ભૂલ સ્વીકારતા લારીવાળાએ માફી માંગી હતી અને અજીબ બહાનું કાઢતા કહ્યું હતું કે, “અમને માફ કરી દો, આ હાડકું ક્યાંકથી ઊડીને આવ્યું હશે.”

Ahmedabad Food Scare: અમદાવાદમાં દર 4માંથી 1 લારીની પાણીપુરી અસુરક્ષિત!

Ahmedabad Food Scare

આ ઘટનાએ શહેરીજનોના આરોગ્ય સામે મોટા સવાલો ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 4 મહિના પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરની 1,121 પાણીપુરીની લારીઓ પર તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે દર ચારમાંથી એક લારીની પાણીપુરી ખાવાલાયક નથી. આ તપાસ દરમિયાન 280 જેટલા સેમ્પલમાં પ્રતિબંધિત કેમિકલ યુક્ત કલર અને પાણીમાં જોખમી બેક્ટેરિયા મળી આવ્યા હતા. હાલમાં વાઇરલ વીડિયોના આધારે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં આજે સુસ્તી, સેન્સેક્સ 160 પોઈન્ટ ઘટ્યો, એશિયન બજારોમાં પણ ભારે કડાકો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments