UPSC 2025 Final Merit List Released: UPSC 2025નું પરિણામ જાહેર: રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રી દેશમાં અવ્વલ, ગુજરાતનું પ્રદર્શન કથળ્યું

0
57
UPSC 2025 Final Merit
UPSC 2025 Final Merit

UPSC 2025 Final Merit List Released: સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજસ્થાનના કોટાના રહેવાસી અનુજ અગ્નિહોત્રીએ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવીને ટોપ કર્યું છે. કુલ 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે, જેમાં 180 ઉમેદવારોની પસંદગી IAS કેડર માટે કરવામાં આવી છે.

UPSC 2025 Final Merit List Released: ટોપરની સફર: ડૉ. અનુજ ત્રીજી વખત સફળ

UPSC 2025 Final Merit List Released

ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવનાર અનુજ અગ્નિહોત્રી આ પહેલા પણ બે વાર UPSC પાસ કરી ચૂક્યા છે. 2023માં પસંદગી પામ્યા બાદ તેઓ હાલ દિલ્હીમાં SDM તરીકે કાર્યરત છે. તેમના પિતા રાજસ્થાન એટોમિક પાવર સ્ટેશનમાં ફરજ બજાવે છે. અનુજને ટેબલ ટેનિસનો શોખ છે અને તેમણે શાળાકીય અભ્યાસમાં પણ 94% સાથે તેજસ્વી દેખાવ કર્યો હતો. આ સિવાય પંચકુલાના એકાંશ ધુલ ત્રીજા ક્રમે રહ્યા છે.

UPSC 2025 Final Merit List Released: ગુજરાત માટે નિરાશાજનક પરિણામ

આ વર્ષે UPSCમાં ગુજરાતનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે:

  • ટોપ 100માં શૂન્ય: ટોપ 100માં એકપણ ગુજરાતી ઉમેદવાર સ્થાન મેળવી શક્યા નથી.
  • સંખ્યામાં ઘટાડો: ગયા વર્ષે 26 ગુજરાતીઓ પાસ થયા હતા, જેની સામે આ વર્ષે આ આંકડો 10થી પણ ઓછો હોવાનું મનાય છે.
  • છોકરીઓનું સ્થાન: ટોપ 10માં દેશભરમાંથી 3 છોકરીઓ છે, પરંતુ ગુજરાતની એકપણ દીકરી આ વખતે ફાઇનલ લિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી.

કેડર ફાળવણીના નિયમોમાં મોટો બદલાવ

UPSC 2025 Final Merit List Released
UPSC 2025 Final Merit List Released

ભારત સરકારે 2017થી ચાલતી ‘ઝોન સિસ્ટમ’ને નાબૂદ કરી હવે સાયકલ સિસ્ટમ’ અને નવી કેડર ફાળવણી નીતિ 2026′ લાગુ કરી છે.

  • હવે ભૌગોલિક ઝોનને બદલે મૂળાક્ષરોના ક્રમ (Alphabetical order) મુજબ 25 કેડરને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે.
  • ગુજરાતને ગ્રુપ-II માં રાખવામાં આવ્યું છે, જેમાં તેની સાથે હરિયાણા, હિમાચલ, ઝારખંડ, કર્ણાટક, કેરળ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ નવા નિયમથી હવે અધિકારીઓની નિમણૂક ભૌગોલિક રીતે નજીકના રાજ્યોને બદલે ગ્રુપ મુજબ ગમે ત્યાં થઈ શકશે.

તમારું રિઝલ્ટ કેવી રીતે જોશો?

ઉમેદવારો પોતાનું પરિણામ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને ચેક કરી શકે છે. વેબસાઇટ પર ‘What’s New’ સેક્શનમાં ફાઇનલ રિઝલ્ટની PDF ડાઉનલોડ કરી રોલ નંબર સર્ચ કરવાનો રહેશે.

આ પણ વાંચો :ભારતનું નવું શસ્ત્ર ‘શેષનાગ-150’: ઈરાનના શાહેદ ડ્રોન કરતાં પણ વધુ ઘાતક, GPS જામ થાય તો પણ દુશ્મનનો ખાતમો નક્કી!