હવે તો ખમૈયા કરો વરુણદેવ

0
150

ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે . ભર ઉનાળે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થઇ રહ્યો છે તો ક્યાંક કરા પડી રહ્યા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે . દ્વારકા જીલ્લામાં ભારે વરસાદ થતા ખેતરો અને રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે. હર્ષદ, નાવાદ્ર સહિતના દરિયા કાંઠાના વિસ્તારોમાં મોજા ઉછળી રહ્યા છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. કચ્છ જીલ્લાનીવાત  કરીએ તો માંડવી શહેર શાહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉનાળુ પાકને મોટા પાયે નુકશાન થતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. દ્વારકામાં ઓખા અને દ્વારકા વચ્ચે ચાલતી ફેરી સેવા બંધ કરી છે. આ નિર્ણય યાત્રિકોની સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. ગુજરાત ના ખેડૂતો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે તો ખમૈયા કરો વરુણદેવ.. વધુ સમાચાર માટે જોતા રહો VR live સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી સાઈટ