HomeBreaking News7,76,000 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, તમામ તૈયારી પૂર્ણ

7,76,000 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, તમામ તૈયારી પૂર્ણ

ગુજરાતમાં ૭ મે ના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઇ પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરો પડે તે માટે તંત્રએ પૂરજોશમાં તૈયારી કરી છે. તે વચ્ચે પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે, “તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ૯૦ ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. આ ઉપરાંત, ૨૬૯૪ કેન્દ્ર પર વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી બસની વ્યવસ્થા પણ સારી રીતે ગોઠવાઈ ગઈ છે, તેમજ વેકેશન હોવાના કારણે કોઇપણ અવ્યવસ્થા ન સર્જાય તેની પણ કાળજી રાખવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments