સાઉથની સ્કંદ નવી રિલીઝને પછાડી : જબરદસ્ત ઓપનિંગ સાથે કમાણીમાં રહી અવ્વલ

2
190
Ram Pothineni
Ram Pothineni

પુષ્પા, KGF-2, કંતારા અને RRR જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ સાઉથ સિનેમા વધુ એક મોટી ફિલ્મ સાથે તૈયાર છે. સાઉથની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘સ્કંદ’ રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં સારી કામની કરી રહી છે. ચાહકોમાં ‘સ્કંદ’ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે.

Ram Pothineni

સ્કંદ 2 શુક્રવારના રોજ બોક્સ ઓફિસ પર ફુકરે 3, ધ વેક્સીન વોર, ચંદ્રમુખી 2 સાથે રિલીઝ થઈ છે.  આ સિવાય જવાન અને ગદર 2ની કમાણી છેલ્લા કેટલાય અઠવાડિયાથી વધી રહી છે, પરંતુ આ બધામાં, રામ પોથિનેની અને શ્રીલીલા સ્ટારર સ્કંદે પ્રથમ દિવસે જબરદસ્ત ઓપનિંગ સાથે લોકોના જીત લીધા છે. અને થિયેટરમાં બમ્પર ઓપનિંગ કલેક્શન કર્યું છે, જે આ સપ્તાહના અંતે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોને પણ પછાડી શકે તેમ છે.

તમને જણાવી દઈએ કે નવી ફિલ્મોની રિલીઝ સાથે, બોક્સ ઓફિસ પર તેની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે, આ અઠવાડિયે જવાન સાથે એક ફ્રી ટિકિટની ઓફર જોવા મળી, જે અન્ય ફિલ્મોના કલેક્શનને અસર કરશે. ઉલ્લેખનીય છે કે સ્કંદ છેલ્લા ઘણા દિવસોથી સમાચારોમાં હતી. આ ફિલ્મમાં રામ પોથિનેની અને શ્રીલીલા, સાઈ માંજરેકર અને પ્રિન્સ સેસિલ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે આ તેલુગુ એક્શન ડ્રામા ફિલ્મનું નિર્દેશન બોયાપતિ શ્રીનુએ કર્યું છે. 

6cqucm6h

રામ પોથિનેની આગામી ફિલ્મ :

Janhvi Kapoorewfrt

 ‘સ્કંદ’  સિવાય રામ ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ ‘આઈસ્માર્ટ’ ની સિક્વલ ‘ડબલ આઈસ્માર્ટ’માં જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મનોરંજનને લગતા સમાચાર વાંચવા કલિક કરો અહી :

સાઉથ ફિલ્મોના ચાહક છો તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો..

અનુષ્કા ના ઘરે ફરી પારણું બંધાશે : વિરાટ કોહલી બીજા બાળકનું સ્વાગત કરશે

એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’  નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”

એનિમલ ટીઝર છવાયું સોશિયલ મીડિયા પર : પ્રથમ ઝલક જોઈ પ્રભાસે કર્યા વખાણ

ટાઈગર 3 : સલમાન, કેટરિના કૈફ ટ્વિટર પર ટ્રેન્ડ : આ તારીખે ચાહકોને મળશે ‘ટાઈગર કા સંદેશ’

2 COMMENTS

Comments are closed.