ટાઈગર 3 : સલમાન, કેટરિના કૈફ ટ્વિટર પર ટ્રેન્ડ : આ તારીખે ચાહકોને મળશે ‘ટાઈગર કા સંદેશ’

1
74
Tiger 3, TigerKaMessageOn27Sep
Tiger 3, TigerKaMessageOn27Sep

કેટલાય સમયથી ટાઈગર 3 ને લઈને લોકોમાં કુતૂહલ ઉભું થયું હતું, એવામાં આદિત્ય ચોપડાના જન્મ દિવસના રોજ સલમાન ખાનની ટાઈગર 3 નું નવું ટીઝર “ટાઈગર કા મેસેજ'” ટૂંક સમયમાં રિલીઝ થશે. YRF  સ્પાય યુનિવર્સના ભાગરૂપે બનેલી આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે.

સલમાન ખાન ઉર્ફે ટાઇગર, પાછો ફર્યો ! સલમાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી અભિનીત ટાઈગર 3 દિવાળી 2023ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને X  એટલે કે અગાઉનું ટ્વિટર પર ટ્વિટ કર્યું, MegaStar Salman Khan’s #Tiger3Teaser CONFIRMED for September 27. “મેગાસ્ટાર સલમાન ખાનના ટાઈગર 3નું ટીઝર 27 સપ્ટેમ્બરના રોજ કન્ફર્મ”

સાઉથની ફિલ્મો બાદ બોલીવૂડમાં પણ સિક્વન્સ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે.  એક ફિલ્મને બીજી ફિલ્મથી જોડવામાં આવે છે, સાઉથ પહેલા આવો ટ્રેન્ડ હોલીવુડમાં હતો. અગાઉ પઠાણમાં આપણે સલમાન ખાનને જાસૂસના રોલમાં કીમિયો કરતા જોયો, આમ YRF સ્પાય યુનિવર્સ બનાવી રહી છે તેવું જણાઈ રહ્યું છે. YRF સ્પાય યુનિવર્સની આ પંચમી ફિલ્મ છે, આ ફ્રેન્ચીઝીના ત્રણ સ્પાય હીરોને આપણે જાણીએ છીએ – ટાઈગર, કબીર અને પઠાણ.  ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, ટાઈગર 3 અને પઠાણની ઘટનાઓને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે.

YRF સ્પાય યુનિવર્સ 2012માં ‘એક થા ટાઈગર’થી શરૂઆત કરી હતી, ત્યારબાદ ‘ટાઈગર ઝિંદા હૈ’ (2017), ‘યુદ્ધ’ (2019), અને ‘પઠાણ’ (2023). સલમાન ખાનની એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ ની બોક્સ ઓફિસ પર સફળતા પછી, આદિત્ય ચોપરાએ બે વધુ લાર્જર-ધેન-લાઈફ સ્પાય એજન્ટ, કબીર – હૃતિક રોશન ઇન વોર અને પઠાણ – શાહરૂખ ખાનનો પરિચય કરાવ્યો.

ટાઇગર 3 નવેમ્બરમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. મુખ્ય કલાકાર સલમાન ખાન અને કેટરિના કૈફે ફિલ્મના નવા પોસ્ટર સાથે સમાચાર શેર કર્યા હતા. સલમાને પોસ્ટને કેપ્શન આપ્યું હતું, “આ રહા હૂં”. દિવાળી 2023 પર ટાઇગર 3. તમારી નજીકના મોટા સ્ક્રીન પર જ YRF 50 સાથે ટાઇગર 3ની ઉજવણી કરો. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ.”

મનોરંજન અને બોલીવુડના સમાચાર વાંચવા ક્લિક કરો અહી –

સાઉથ ફિલ્મોના ચાહક છો તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો..

બીગ બીસ સિઝન-17ની ધમાકેદાર જાહેરાત, સલમાન ફરી કરશે હોસ્ટ

પ્રિયંકા ચોપડા ના આવી પરિણીતિ અને રાઘવના લગ્નમાં, શું છે કારણ..?

ગણેશ મહોત્સવ -લાલબાગચા રાજાના દરબારમાં જવાન

1 COMMENT

Comments are closed.