વડાપ્રધાન મોદી એ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી

1
49
Birthday wishes to former PM Dr. Manmohan Singh
Birthday wishes to former PM Dr. Manmohan Singh

વડાપ્રધાન મોદી એ મંગળવારે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તેમના 91માં  જન્મદિવસના અવસર પર શુભેચ્છા પાઠવી છે, પીએમ મોદી એ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવતા લખ્યું કે,  “હું તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું…” પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો જન્મ 1932માં હાલના પાકિસ્તાનના એક ભાગમાં થયો હતો, મનમોહન સિંહે 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. X (ટ્વિટર) પર એક પોસ્ટમાં મોદીએ કહ્યું, “ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહજીને જન્મદિવસની શુભેચ્છાઓ. હું તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”

https://twitter.com/narendramodi/status/1706501591476433389?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1706501591476433389%7Ctwgr%5E28e3a1267d945e82614d9f2f7d3c3565e320d0c0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Findia-news%2Fi-pray-for-his-long-life-pm-modi-wishes-former-pm-manmohan-singh-on-his-91st-birthday-101695702427503.html

વર્ષ 1991 થી 1996 સુધી તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવની આગેવાની હેઠળના તેઓ નાણામંત્રી તરીકે સેવા આપી હતી. ડૉ. મનમોહનને સમાજવાદી યુગની જડ આર્થિક નીતિઓમાં મોટો ફેરફાર લાવીને આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી, તેઓને આર્થિક સુધારાના મુખ્ય આર્કિટેક્ટ તરીકે શ્રેય આપવામાં આવે છે.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ, ભારતના 13માં  વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ પહેલાં, ડૉ. મનમોહન સિંહે 1991 થી 1996 સુધી ભારતના નાણા પ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેઓએ તેમના નાણામંત્રીના તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન,  સમાજવાદી ધારાના આર્થિક અવરોધોમાંથી ભારતીય અર્થતંત્રને દૂર કરવા તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘના જન્મદિવસ પર, ભારતીય અર્થતંત્રને નવા યુગમાં પરીવર્તનકારી તેમની  કેટલીક મુખ્ય નીતિગત નિર્ણયો પર વિચાર કરીએ.

1. આર્થિક ઉદારીકરણની નીતિ (1991)

તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં 1991માં નાણામંત્રી તરીકે ડૉ. સિંહે ભારતના અર્થતંત્રને ઉદાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સુધારાઓમાં વેપારમાં અવરોધો ઘટાડવા, લાયસન્સ રાજ સિસ્ટમને નાબૂદ કરવા અને મુખ્ય ક્ષેત્રોને વિદેશી ભંડોળ-રોકાણ માટે નવા રસ્તા ખોલવાનો સમાવેશ થાય છે. આ સુધારાઓએ ભારતની આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિકરણની શરૂઆત કરી. તેઓના  કાર્યકાળમાં આર્થિક નીતિ, રાજદ્વારી સંબંધો, સામાજિક કલ્યાણ નીતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વૃદ્ધિમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી.

2. માહિતી અધિકાર અધિનિયમ (RTI) (2005)

ડૉ. મનમોહન સિંઘના તેમના કાર્યકાળ દરમિયાન, માહિતી અધિકાર અધિનિયમની અમલવારી કાયદાના નોંધપાત્ર ભાગનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કાયદા એ ભારતીય નાગરિકોને સત્તાધિકારીઓ, સરકારી એજન્સીઓ અને સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ પાસેથી માહિતી માંગવાની સત્તા આપવામાં આવી, જે જાહેર વહીવટમાં પારદર્શિતા, જવાબદારી વધારવા અને ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે નિર્ણાયક સેવા તરીકે સાબિત થઇ.

૩. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (NREGA) (2005)

ડૉ. મનમોહન સિંઘના નેતૃત્વ હેઠળ, સરકારે 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ રજૂ કર્યો, જેનું નામ વડાપ્રધાન મોદી એ બદલીને ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)’ કર્યું.  આ સામાજિક કલ્યાણનો મુખ્ય હેતુ ગ્રામીણ ગરીબી અને બેરોજગારીને દૂર કરી  ગ્રામીણ પરિવારોને દર વર્ષે ઓછામાં ઓછા 100 દિવસની રોજગારની કાનૂની ખાતરી આપવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી.

4. ભારત-યુએસ સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ (2005)

ડૉ. મનમોહન સિંઘની નોંધપાત્ર વિદેશ નીતિ પહેલ ભારત-યુએસ વચ્ચે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ હતું, જેને ‘123 કરાર’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઐતિહાસિક સમજૂતીએ ભારત-યુએસ વચ્ચે નાગરિક પરમાણુ સહકારની સંમતિ આપતો કરાર હતો, આ સમજૂતીમાં ભારતને તેના નાગરિક પરમાણુ ઉર્જા કાર્યક્રમ માટે પરમાણુ ટેકનોલોજી અને ઇંધણની ઍક્સેસ યુએસ દ્વારા આપવામાં આવશે તેવા કરાર કરવામાં આવ્યા.

દેશ-દુનિયા અને પોલીટીક્સના વધુ સમાચાર માટે કલીક કરો અહી

આગળ વાંચો –

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં રાહત,અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા

સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી, રાતોરાત છોડવા પડ્યા દેશ

બીગ બીસ સિઝન-17ની ધમાકેદાર જાહેરાત, સલમાન ફરી કરશે હોસ્ટ

એશિયા કપ 2023 મિમિક્રીથી લઈને વિવાદ સુધીની યાદગાર પળો 

રેલ્વે એ અકસ્માતમાં વળતરની રકમમાં વધારો કર્યો

ટાઈગર 3 : સલમાન, કેટરિના કૈફ ટ્વિટર પર ટ્રેન્ડ, આ તારીખે ચાહકોને મળશે ‘ટાઈગર કા સંદેશ’


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.