સરકારે રાહત પેકેજની કરી જાહેરાત – શુ પુર પીડિતો ના ઘા રુઝાશે !

0
80
નર્મદાપુર
નર્મદાપુર

રાજ્ય સરકારે નર્મદા પુર પીડિત માટે પહેલા ગ્રામ્ય વિસ્તારો માટે અને પછી શહેરી વિસ્તારો  અને વ્યવસાયીઓ માટે પુર રાહત પેકેજ જાહેર કર્યો છે,ત્યારે સરકાર વિપક્ષ વચ્ચે રાજનીતિ તો શરુ થઇ છે, ત્યારે નર્મદા પુર પીડિત ખેડુતો માંગ કરી રહ્યા છે તેમને જે પણ જાહેરાતો મારફતે સહાય આપવાની છે તે જલ્દી આપવામાં આવે, જેનાથી તેમને સાચા અર્થમાં લાભ મળી શકે ,ત્યારે હાલ નર્મદા ના બન્ને કાંઠે વસતા ગામડાઓ બર્બાદ થયા છે,

ઝઘડિયા તાલુકાના કાંઠાના 10 થી વધુ ગામના ખેડૂતો નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરમાં તારાજ થયા બાદ વીજપોલ અને ટ્રાન્સફમરો ખોટકાતા 15 દિવસથી ખેતી માટે વીજળી નહિ મળતા બેહાલ બની ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડાયેલા 10 લાખ ક્યુસેકના કારણે ડાઉનસ્ટ્રીમમાં આવેલ ઘોડાપૂરની કળ હજી ભરૂચ જિલ્લાના કાંઠા ના ગામ લોકો તેમજ ખેડૂતોને વળી નથી. હજી પણ ખેડૂતો પુરની નુક્શાનીમાંથી બેઠા થયા નથી. બે દિવસ પહેલા જ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે પુરથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર ચૂકવવા મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરાઈ હતી.

ઝઘડિયા તાલુકાના ખેડૂતોએ બુધવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને કચેરીએ ધસી જઇ રજુઆત કરી છે. ઝઘડિયામાં નર્મદા પુરથી વીજ પોલ ધરાશાયી થયા બાદ પંદર દિવસ થી ખેતી માટે વીજળી ન મળતા ખેડૂતોએ કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. તાલુકાના રાણીપુરા, ઉંચેડીયા, ગોવાલી ગામના ખેડુતો ઝઘડિયા વીજ કચેરીએ પહોંચ્યા હતા. આવેદન વાંચી સંભળાવી વહેલી તકે નિવારણ લાવવા માગણી કરી હતી. જો ઉકેલ ન આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચારાઈ છે. પુરમાં નુકશાની પામેલા વીજ થાંભલા, લાઈનો અને ટ્રાન્સફરો સમારકામ કરી તાત્કાલિક વીજપુરવઠો શરૂ કરવા રજુઆત કરાઇ છે.

રાજ્ય સરકારે નર્મદા પુર પીડિતો માટે પહેલા ગ્રામ્ય વિસ્તારો માટે અને પછી શહેરી વિસ્તારો  અને વ્યવસાયીઓ માટે પુરરાહત પેકેજ જાહેર કર્યો છે,ત્યારે સરકાર વિપક્ષ વચ્ચે રાજનીતિ તો શરુ થઇ છે, ત્યારે નર્મદા પુર પીડિત ખેડુતો માંગ કરી રહ્યા છે તેમને જે પણ જાહેરાતો મારફતે સહાય આપવાની છે તે જલ્દી આપવામાં આવે, જેનાથી તેમને સાચા અર્થમાં લાભ મળી શકે ,ત્યારે હાલ નર્મદા ના બન્ને કાંઠે વસતા ગામડાઓ બર્બાદ થયા છે,

ઝઘડિયા તાલુકાના કાંઠાના 10 થી વધુ ગામના ખેડૂતો નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરમાં તારાજ થયા બાદ વીજપોલ અને ટ્રાન્સફમરો ખોટકાતા 15 દિવસથી ખેતી માટે વીજળી નહિ મળતા બેહાલ બની ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડાયેલા 10 લાખ ક્યુસેકના કારણે ડાઉનસ્ટ્રીમમાં આવેલ ઘોડાપૂરની કળ હજી ભરૂચ જિલ્લાના કાંઠા ના ગામ લોકો તેમજ ખેડૂતોને વળી નથી. હજી પણ ખેડૂતો પુરની નુક્શાનીમાંથી બેઠા થયા નથી. બે દિવસ પહેલા જ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે પુરથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર ચૂકવવા મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરાઈ હતી.

ઝઘડિયા તાલુકાના ખેડૂતોએ બુધવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને કચેરીએ ધસી જઇ રજુઆત કરી છે. ઝઘડિયામાં નર્મદા પુરથી વીજ પોલ ધરાશાયી થયા બાદ પંદર દિવસ થી ખેતી માટે વીજળી ન મળતા ખેડૂતોએ કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. તાલુકાના રાણીપુરા, ઉંચેડીયા, ગોવાલી ગામના ખેડુતો ઝઘડિયા વીજ કચેરીએ પહોંચ્યા હતા. આવેદન વાંચી સંભળાવી વહેલી તકે નિવારણ લાવવા માગણી કરી હતી. જો ઉકેલ ન આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચારાઈ છે. પુરમાં નુકશાની પામેલા વીજ થાંભલા, લાઈનો અને ટ્રાન્સફરો સમારકામ કરી તાત્કાલિક વીજપુરવઠો શરૂ કરવા રજુઆત કરાઇ છે.

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.