નવરાત્રિ પહેલા રાહતના સમાચાર, છેલ્લા 3 દિવસમાં સિંગતેલ ના ભાવમાં મોટો કડાકો

0
233
સીંગતેલ
સીંગતેલ

દોઢ મહિના પછી સીંગતેલ નો ડબ્બો 3000ની નીચે પહોંચ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2940 રૂપિયા સુધી પહોંચ્યો છે. દિવાળી સુધી સીંગતેલ ના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. નવરાત્રિથી યાર્ડમાં મગફળીની ધૂમ આવક જોવા મળી શકે છે.તહેવારો પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સીંગતેલના ભાવમાં 3 દિવસમાં 190 રૂપિયાનો ઘટાડો થયો છે. દોઢ મહિના પછી સીંગતેલ નો ડબ્બો 3000ની નીચે પહોંચ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2940 રૂપિયા સુધી પહોંચ્યો છે. દિવાળી સુધી સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. નવરાત્રિથી યાર્ડમાં મગફળીની ધૂમ આવક જોવા મળી શકે છે. જેના કારણે ઓઈલ મિલ પર દબાણ આવે તો ગ્રાહકોને મોટો લાભ મળી શકે છે.

સામાન્ય અને ગરીબ, મધ્યમવર્ગ માટે ખુશ ખબર સામે આવ્યા છે. સીંગતેલના ભાવની કૃત્રિમ તેજીને મગફળીની આવક શરૂ થતા બ્રેક લાગી ગઈ છે. સિંગતેલનો ડબ્બો ત્રણ દિવસમાં 190 રૂપિયા ઘટી 2940 રૂપિયાએ પહોંચ્યો છે. દોઢ મહિના બાદ સિંગતેલનો ડબ્બો 3000 રૂપિયાની અંદર ઉતરી ગયો છે. દિવાળી સુધી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી શકે છે. 

સિંગતેલનો ડબ્બો ત્રણ દિવસમાં 190 રૂપિયા ઘટી 2940એ પહોંચ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ સંગ્રહખોરોએ પણ જુનો જથ્થો વેચવાનું શરૂ કર્યું છે. આવનારા દિવસોમાં સિંગતેલના ભાવમાં હજી ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવાળી સુધી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી શકે છે. નવરાત્રીથી યાર્ડમાં મગફળીની ધૂમ આવક નોંધાવાની શરૂ થશે. ત્યારે બીજી તરફ સિંગતેલના ભાવોને કાબૂમાં લેવા ઓઈલ મીલ પર દબાણ આવે તો ગ્રાહકોને લાભ મળી શકે છે.

તેલિયા રાજા બેફામ,  ખુલ્લેઆમ પરવાનો આપી દીધો
ગુજરાતમાં હવે તહેવારનો માહોલ છે. રાજ્યમાં 3.50 કરોડ ગરીબો છે ત્યાં તેલિયા રાજાઓ આ ગુજરાતીઓનું તેલ કાઢી રહ્યાં છે. ગુજરાતમાં મગફળીની મબલક આવક સામે ખેડૂતોને પાકના ભાવ મળી રહયાં નથી પણ તેલિયા રાજાઓ બેફામ તેલના ભાવ વધારી રહ્યાં છે અને સરકાર મૂકપ્રેક્ષક બનીને બેઠી છે. સસ્તી મગફળી વચ્ચે તેલના ભાવ કેમ ઉંચકાય એ ગણિત ઘણાને ગળે ઉતરી રહ્યું નથી. સ્ટોક કરીને તેલિયા રાજાઓ અછત બતાવી ગુજરાતીઓનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. ગુજરાતમાં પાકતી મગફળીના સિંગતેલનો ભાવ સતત વધી રહ્યો છે. ખેડૂતોને ઉંચા ભાવ મળવાના કારણે પડતર વધતાં સિંગતેલના ભાવ વધવાના ગણિતો સમજાય પણ ખેડૂતોને ટેકાના ભાવથી પણ ઓછા ભાવ મળી રહ્યાં છે અને સિંગતેલના ભાવ વધે એ કાળાબજારી છે. સરકાર આ બાબતને સારી રીતે જાણતી હોવા છતાં પણ આ મામલે ચૂપકીદી સાધી લેવાની સાથે તેલિયા રાજાઓને ખુલ્લેઆમ પરવાનો આપી દીધો છે. 

મગફળીની અછતના કારણે પીલાણમાં નથી આવતી
સિંગતેલના વધતા ભાવ પર SOMA દ્વારા જણાવાયું કે, મગફળીની અછતના કારણે પીલાણમાં નથી આવતી. આ વર્ષે મગફળીના વાવેતરમાં ઘટાડો થયો છે. ઉત્પાદનની સામે માંગમાં વધારો થતા સિંગતેલના ભાવ વધ્યા છે. 

ગુજરાતમાં મોંઘવારી બેકાબૂ બની 
રાજ્યમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. લોકો પગારમાં માંડ પૂરું કરી રહ્યાં છે ત્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના તો ભાવ કાબુ બહાર જ છે અને હવે ખાદ્યતેલના ભાવ પણ કાબુ બહાર જઈ રહ્યા છે.  આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં લોકોને સિંગતેલ ખાવું દોહ્યલું બની જશે. ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થતો પાક અને જે પાકની આપણે નિકાસ કરી રહ્યાં છે એ મગફળીનું તેલ ગુજરાતીઓના નસીબમાં ના હોય એનાથી બીજી બલિહારી કઈ હોઈ શકે.