ગણેશ ચતુર્થીના ઉત્સવ પર શ્રીજીને આવકારવા માટે ભક્તો પણ ઉત્સુકતા દર્શાવી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના ઈડર ખાતે સૌપ્રથમ વાર ગાયના ગોબરમાથી તૈયાર થયેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓ ભક્તોમા આકર્ષણનુ કેન્દ્ર બની છે ત્યારે સરકાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજી અંગે સંદેશો પણ આપવામાં આવ્યો છે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી થતા પ્રદૂષણથી લોકો જાગૃત થયા છે ત્યારે ગાયના ગોબરમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ અને માટીમાથી તૈયાર થયેલ ભગવાન ગણેશજીની મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે છે જેમા વિવિધ પ્રકારની આકર્ષિત મૂર્તિઓને જોઈ ખરીદી કરવા માટે પહોંચતા ભક્તોમા પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે વી.આર. લાઈવની ટીમે વિશેષ મુલાકાત કરી.
આ વર્ષે શ્રી ગણેશજીના ભક્તો પણ હવે કેમિકલ યુક્ત પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને ખરીદવાને બદલે ઇકોફ્રેન્ડલી મૂર્તિ લેવાનુ પસંદ કરી રહ્યા છે ત્યારે ઈડર તાલુકાની ચોરીવાડ ગામની ગૌશાળા થકી સૌપ્રથમવાર ગાયના ગોબરમાથી તૈયાર કરવામા આવેલ શ્રીજીની મૂર્તિઓ સાબરકાંઠા અને ઈડર શહેર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમા આકર્ષણ જમાવ્યુ છે . ચોરીવાડ ખાતે ચાલતી ગૌશાળાના ગૌ પ્રેમીઓ દ્વારા ગાય માતાના ગોબરમાથી તૈયાર કરવામા આવેલ સુંદર ગણેશજીની મૂર્તિઓ ભક્તો ખરીદી કરી રહ્યા છે ભક્તોનુ કહેવુ છે કે જો આપણે બજારમા વેચાતી પ્લાસ્ટર ઓફ પેરિસની તેમજ કેમિકલ યુક્ત મૂર્તિઓ ખરીદવાથી તે મૂર્તિનુ વિસર્જન કરવામા આવે તેથી પાણીમા રહેલા જીવજંતુઓ અને વનસ્પતિને નુકશાન થાય છે અને પ્રદૂષણ ફેલાતુ હોય છે અને પ્રદૂષણ અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પ્રજાપતિ સમાજના શિલ્પકારને સાત વર્ષ પહેલા તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વેચતા હતા અને તેઓ પાણીમા મૂર્તિઓથી થતી દુર્દશા જોઈ થતા નુકસાન સામે તેઓએ માત્ર માટીની મૂર્તિ તૈયાર કરવાનો વિચાર આવ્યો. વિચાર આવ્યા બાદ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સામે તેઓએ પોતાના જ ઘરે માટીની મૂર્તિઓ બનાવવાનુ શરૂ કર્યું . છ ઇંચથી લઈ સાડા ચાર ફૂટ સુધી ઇકો ફેન્ડલી ભગવાન ગણેશજીની મૂર્તિ તૈયાર કરી
ગાયના ગોબરમાંથી બનેલી શ્રીજીની મૂર્તિ ઘર આંગણે વિસર્જિત કરવાથી આપણા જ ઘરના ફૂલછોડના કુંડા તેમજ બગીચામા કામ આવે છે જેના કારણે વાતાવરણ અને પાણીમા થતુ પ્રદૂષણ અટકે છે . ચાલો આપણી પ્રકૃતિને બચાવવાનો આ વખતે સંકલ્પ લઈએ અને ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરીએ