સાઉથની આ ફિલ્મનું ટીજર જોઈ ભૂલી જશો પુષ્પા અને KGF

1
197
Gandharva Jr, The World Of Gandharvas
Gandharva Jr, The World Of Gandharvas

સાઉથની આ ફિલ્મની પહેલી ઝલકથી લોકોના હોશ ઉડી ગયા છે. અને ફિલ્મનું ટીજર ને જોયા બાદ આપ ચોક્કસથી આપ KGF અને પુષ્પાના આવનારી ફિલ્મને ભૂલીને આ ફિલ્મ થીયેટરમાં આવવાની રાહ દેખશો. સાઉથના ડાયરેકટર પાસે નવા ટોપિકની ભરમાર છે, તેઓ કઈક નવું કરવાની પહેલ કરતા જોવા મળે છે.  પુષ્પા અને KGF જેવી સાઉથ ની ફિલ્મોથી હિન્દીમાં ડબ્બડ ફિલ્મોનું ચલણ વધ્યું છે. તેવામાં એક નવી ફિલ્મ આવી રહી છે, જેનું રીલીઝ થયેલું ટીજર જોઇને આપના હોશ ઉડી જશે, ફિલ્મનું નામ છે ગાંર્ધર્વ જુનિયર.

Gandharva Jr
Gandharva Jr

સાઉથથી જેવી ફિલ્મો આવી રહી છે તેવી ફીલ્મેટોગ્રાફી અને સ્ટોરી લીન બોલીવુડથી કોસો દૂર છે. થોડા સમય પહેલા જ જેલર સુપરહીટ રહી, જવાનમાં શાહરૂખ દિપીકા સિવાય ડાયરેકટરથી લઈને અન્ય કલાકરો સાઉથ ફિલ્મ ઇન્ડેસ્ત્ર્રીઝના છે. એટલું જ નહિ આવનાર દિવસોમાં પુષ્પા, લિયો અને સાલાર જેવી ફિલ્મો બોક્ષ-ઓફીસ પર ઘૂમ મચાવવા તૈયાર છે. પરંતુ આ દરમિયાન વધુ એક ફિલ્મનું ટીજર રિલીઝ થયું છે જેણે હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મ મોટા બજેટની ફિલ્મ છે. ફિલ્મનું નામ ગાંધર્વ જુનિયર છે. જે વિવિધ છ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં ગાંધર્વોની વાર્તા બતાવવામાં આવશે. એ ગાંધર્વોની વાતો  જેમના વિશે બહુ ઓછું લખાયું, સાંભળ્યું અને કહેવાયું છે.

ફિલ્મ ‘ગંધર્વ જુનિયર’ માં વાર્તા ધાર્મિક ગ્રંથોની વાત કરવામાં આવી છે. ટીજરમાં કેટલાક લોકો લડતા દેખાય છે. બૅકગ્રાઉંડમાં મ્યુઝીક સાથે કેટલાક સંવાદો આવે છે જેમાં કહેવામાં આવે છે કે ગ્રંથોમાં ગંધર્વો વિશે ખૂબ જ ઓછું કરવામાં આવ્યું છે. દેવોને ગંધર્વોના યુદ્ધના કૌશલ્ય અને સાહસને જળમૂળમાંથી હટાવી દુધુને ગંધર્વો માત્ર તેમની સુંદરતા માટે જ લોકોને યાદ રહ્યા. દેવતાઓ તેમની સુંદરતાથી ઈર્ષા અનુભવતા હતા.

અંતમાં કહેવામાં આવ્યું છે કે અગણિત યુગો પછી ગંધર્વોના મહાકાવ્યને ફરી લખવામાં આવ્યું છે. ફિલ્મ કા ટીજર ખૂબ જ પ્રભાવશાળી અને અટ્રેક્ટિવ છે. ટીઝરની આખરીમાં એકટરની આંખો ઝલક બતાવવામાં આવે છે.

એક મોટા બજેટની આ ફિલ્મમાં ઉન્ની મુકુંદન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ ઉન્ની મુકુન્દનને તેના જન્મદિવસની શુભેચ્છાઓ સાથે વર્લ્ડ ઓફ ગાંધર્વનું એક ટીજરરિલીઝ કરવામાં આવ્યું છે. ગાંધર્વ જુનિયરનો મુખ્ય હેતુ વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેક્નોલોજીને પ્રેક્ષકો સમક્ષ ભવ્ય શૈલીમાં રજૂ કરવાનો છે. ગાંધર્વ ફિલ્મનું મ્યુઝીક જેક બેજોયે આપ્યું છે. ગાંધર્વ જુનિયર એ કુલ છ ભાષા હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, અંગ્રેજી અને મલયાલમમાં રિલીઝ થશે.

સાઉથ ફિલ્મ જોવાના શોખિન છો? તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો

બીગ બીસ સિઝન-17ની ધમાકેદાર જાહેરાત, સલમાન ફરી કરશે હોસ્ટ

ટાઈગર 3 : સલમાન, કેટરિના કૈફ ટ્વિટર પર ટ્રેન્ડ, આ તારીખે ચાહકોને મળશે ‘ટાઈગર કા સંદેશ’

1 COMMENT

Comments are closed.