HomeSuratUdhna Burglary Busted: સુરત ઉધનામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપી ઝડપાયા,...

Udhna Burglary Busted: સુરત ઉધનામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપી ઝડપાયા, 32.82 કિલો તાંબાના તાર રિકવર

Udhna Burglary Busted:  શહેરના ઉધના વિસ્તારમાં જરીના કારખાનામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ઉધના સર્વેલન્સ ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીઓ પાસેથી કુલ 32 કિલો 820 ગ્રામ તાંબાના તાર મળી આવ્યા છે, જેની કિંમત રૂ.45,948 હોવાનું સામે આવ્યું છે.

Udhna Burglary Busted: 11 ઓગસ્ટની રાત્રે ચોરીની ઘટના

Udhna Burglary Busted

ઉધનાના પુષ્પાનગર વિભાગ-2માં 11 ઓગસ્ટની રાત્રે ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરોએ જરીના કારખાનાનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઓફિસના દાદર નીચે મૂકેલા આશરે 40 કિલો તાંબાના તારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Udhna Burglary Busted

Udhna Burglary Busted: CCTV અને હ્યુમન સોર્સથી તપાસ

Udhna Burglary Busted

ઘટના અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે રોહિત સેવાલાલ જયભીમને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં રોહિત રાજ પટેલ અને રાહુલ શ્રાવણ મોરેના નામ સામે આવતા પોલીસે બંનેને પણ ઝડપી પાડ્યા હતા.

32.82 કિલો તાંબાનો મુદ્દામાલ કબજે

Udhna Burglary Busted

પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીનો મોટાભાગનો તાંબાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ત્રણેય આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ અને આરોપીઓએ અગાઉ પણ આવી કોઈ ચોરી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

બાઈટ: રાઘવ જૈન, DCP

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જંબુસર યુનિયન જીનમાં નકલી કુપનથી ખાતર મેળવવાનો આરોપ: બે આરોપીની ધરપકડ, અઢી દિવસના રિમાન્ડ મંજૂર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments