Train Ran Without Loco Pilot: પંજાબમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીંયા એક માલગાડી લોકો પાયલોટ વિના જ લગભગ 84 કિલોમીટર સુધી ચાલતી રહી હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જો કે, આ ઘટનાને લઈને રેલવેમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Train Ran Without Loco Pilot : જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશન પર એક માલસામાન ટ્રેન અચાનક પઠાણકોટ તરફ દોડવા લાગી હતી. ઢાળના કારણે આ ટ્રેન લોકો પાયલોટ વગર જ લગભગ 84 કિલોમીટર સુધી દોડતી રહી હતી. આ ઘટનાથી રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, ઘણાં પ્રયત્નો પછી પંજાબના મુકેરિયનમાં ઉંચી બસ્સી પાસે ટ્રેનને રોકવામાં આવી હતી.
Train Ran Without Loco Pilot : લોકો પાયલોટ ચા પીવા જતો રહ્યો
મળતી માહિતી અનુસાર, આ ઘટના રવિવારે સવારે લગભગ 7.10 વાગ્યે બની હતી. જમ્મુના કઠુઆમાં લોકો પાયલોટ માલસામાન ટ્રેન નંબર 14806R રોકી હતી. અહીં લોકો પાયલોટ ટ્રેનમાંથી નીચે ઉતરીને ચા પીવા ગયો હતો. આ દરમિયાન ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને ઝડપ પાટા પર દોડવા લાગી હતી. માલગાડી કોંક્રીટ લઈને જઈ રહી હતી. આ કોંક્રિટ કઠુઆથી લોડ કરવામાં આવ્યો હતો. ભારે પ્રયાસો પછી આ માલગાડીને પંજાબના મુકેરિયામાં ઉંચી બસ્સી પાસે રોકવામાં આવી હતી.’
Train Ran Without Loco Pilot : ટ્રેનને દોડતી જોઈને લોકો પાયલોટ સ્તબ્ધ

જ્યારે ટ્રેનને દોડતી જોઈને લોકો પાયલોટ સ્તબ્ધ થય ગયો હતો. આ અંગેની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. આ પછી ટ્રેનને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘણાં પ્રયત્નો નિષ્ફળ ગયા. આ પછી પેસેન્જર ટ્રેનના લોકો કાયલોટ અને કર્મચારીઓએ ઉચી બસ્તી વિસ્તારમાં ટ્રેનને રોકી હતી. ત્યાં સુધીમાં ટ્રેને 84 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
Train Ran Without Loco Pilot : અધિકારીઓ તપાસ કરી રહ્યા છે

આ મામલાને ફિરોઝપુર ડિવિઝને અધિકારીઓને તપાસ કરવા કહ્યું છે અને આ રીતે લોકો પાયલોટ અને ગાર્ડ વિના ટ્રેનને કેવી રીતે પાટા પર ઉભી રાખવામાં આવી, તેની પણ પૂછપરછ કરવામાં આવશે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे