Train Accident: ગુજરાતના 314 લોકો મુસાફરોને નડ્યો ટ્રેન અકસ્માત, સૌથી વધુ વડોદરાના મુસાફરો, હેલ્પલાઇન નંબર જાહેર

0
243
Train Accident: ગુજરાતના 314 લોકો મુસાફરોને નડ્યો ટ્રેન અકસ્માત, સૌથી વધુ વડોદરાના મુસાફરો, હેલ્પલાઇન નંબર જાહેર
Train Accident: ગુજરાતના 314 લોકો મુસાફરોને નડ્યો ટ્રેન અકસ્માત, સૌથી વધુ વડોદરાના મુસાફરો, હેલ્પલાઇન નંબર જાહેર

Train Accident: કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે બ્લોક સેક્શનમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ડ્રાઇવરનું કહેવું છે કે બોલ્ડર એન્જિન સાથે અથડાયું અને એન્જિનના કેટલ ગાર્ડ ડેમેજ થઇ ગયો.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અસલમાં કાનપુર (Kanpur) અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં સાબરમતી એક્સપ્રેસના (Sabarmati Express Train Accident) 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

Train Accident: ગુજરાતના 314 લોકો મુસાફરોને નડ્યો ટ્રેન અકસ્માત, સૌથી વધુ વડોદરાના મુસાફરો, હેલ્પલાઇન નંબર જાહેર
Train Accident: ગુજરાતના 314 લોકો મુસાફરોને નડ્યો ટ્રેન અકસ્માત, સૌથી વધુ વડોદરાના મુસાફરો, હેલ્પલાઇન નંબર જાહેર

ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા

વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (Train Accident) ને ગંભીર અકસ્માત નડ્યો છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા છે. આ ઘટના કાનપુર અને ભીમસેન સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન નજીક બની છે.ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાનો મામલો સામે આવ્યો છે.

પ્રાપ્તથતી વિગતો અનુસાર આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જો કે કાનપુરથી મુસાફરોને લઈ જવા માટે બસો મોકલવામાં આવી છે.ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેમાં સાત એસી કોચ, આઠ સ્લીપર કોચ અને બાકીના જનરલ કોચનો સમાવેશ થાય છે.

ગુજરાતના 314 મુસાફરો સવાર હતા

સાબરમતી એક્સપ્રેસ વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. મળતી માહિતી અનુસાર દુર્ઘટનાગ્રસ્ત સાબરમતી એક્સપ્રેસમાં ગુજરાતના 314 મુસાફરો સવાર હતા. જેમાં સૌથી વધારે 213 મુસાફરો વડોદરાના હતા. આણંદના 52 અને ગોધરાના 26 મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા. નડિયાદના 17 અને મહેમદાવાદના 6 મુસાફરો સવાર હતા.

Train Accident: ઘટનાની તપાસ શરૂ

 ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. જો કે ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રેલવેની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કોચને પાટા પર લાવવા માટે કામ કરી રહી છે.સમગ્ર ઘટનાના પગલે પ્રવાસીઓની સુવિધા માટે રેલવે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

Train Accident: હેલ્પલાઇન નંબર

ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તેમજ બચાવ અને રાહત કાર્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.

  • પ્રયાગરાજ- 0532-2408128, 0532-2407353
  • કાનપુર – 0512-2323018, 0512-2323015
  • મિર્ઝાપુર -054422200097
  • ઈટાવા- 7525001249
  • ટુંડલા- 7392959702
  • અમદાવાદ -07922113977
  • બનારસ સિટી- 8303994411
  • ગોરખપુર -0551-2208088

આ ટ્રેન રદ્દ

  • 01823/01824 (વી ઝાંસી-લખનૌ) JCO 17.08.24
  • 11109 (વી ઝાંસી-લખનૌ જંકશન) JCO 17.08.24
  • 01802/01801 (કાનપુર-માણિકપુર) JCO 17.08.24
  • 01814/01813 (કાનપુર-વી ઝાંસી) JCO 17.08.24
  • 01887/01888 (ગ્વાલિયર-ઇટાવા) JCO 17.08.24
  • 01889/01890 (ગ્વાલિયર-ભિંડ) JCO 17.08.24

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો