KOTESHVAR MAHADEV : કોટેશ્વર મહાદેવ મંદિર જ્યાં અદ્દભુત – ચમત્કારી શક્તિનો વહે છે ધોધ

0
148
KOTESHVAR MAHADEV :
KOTESHVAR MAHADEV :

KOTESHVAR MAHADEV : અમદાવાદ શહેરમાં અસંખ્ય શિવ મંદિર આવેલા છે. શિવ મંદિરોની આસપાસ સતત માનવ ચહલ પહલ, ધોંધાટ અને ચારેબાજુ વાહનોનો ધમધમાટ દર્શનાર્થીઓને દર્શન કરવામાં ખલેલ પહોંચાડે છે. પણ અમદાવાદના કોટેશ્વર મહાદેવ મંદિરમાં પગ મૂકતાં જ ચમત્કારી શક્તિની અનુભૂતિ થાય છે, જ્યાં ચારેબાજુ ઔષધિય વ્રુક્ષ, નદી કિનારાનું સૌંદર્ય, કલ્પના પણ ન કરી શકાય તેવી સ્વચ્છતા, શિસ્ત અને સંયમ અલૌકિક આનંદ આપે છે,

KOTESHVAR MAHADEV : પેશ્વા બાજીરાવે બંધાવ્યું હતું પૌરાણિક મંદિર

KOTESHVAR MAHADEV

કોટેશ્વર મહાદેવ મંદિર કલાત્મક કોતરણી ધરાવતું અદ્દભુત ચમત્કારી મંદિર છે. સાક્ષાત શિવજી જ્યાં બીરાજમાન છે. ૪૦૦ વર્ષ પહેલાં પેશ્વા બાજીરાવે કોટેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી. જો કે વર્ષો પહેલાં કોઈ તપસ્વિ ઋષિએ કઠોર તપસ્યા કરી હોવાની લોકવાયકા છે.

KOTESHVAR MAHADEV : દિવ્ય અલૌકિક અનુભૂતિ

KOTESHVAR MAHADEV :

સાબરમતી નદીના કિનારે ચારેબાજુ સૌંદર્ય પથરાયેલું છે. કોટેશ્વર મહાદેવ મંદિરમાં પગ મૂકતાં જ દિવ્ય અલૌકિક શક્તિનો અનુભવ થાય છે. સાક્ષાત શિવજી બીરાજમાન હોવાની અનુભૂતિ થાય છે. કોટેશ્વર મહાદેવ મંદિર એ કલાત્મક કોતરણી ધરાવતું મંદિર છે.મંદિરની ચારેબાજુ નયનરમ્ય બાગબગીચા છે. ચારેબાજુ બિલ્વવૃક્ષ, કપૂર, ચંદન અને દુર્લભ ઔષધિના વૃક્ષોનું જંગલ બનાવ્યું છે. પ્રદૂષણ મુક્ત પવિત્ર અને નિરવ શાંતિ આપતું વાતાવરણ આધ્યાત્મિકતાના દર્શન કરાવે છે.  

KOTESHVAR MAHADEV : વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર

KOTESHVAR MAHADEV :

કોટેશ્વર મહાદેવ મંદિરમાં કાશીના વિદ્વાન પંડિતોની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજા અર્ચના કરવામાં આવે છે. ૬૫ કિલો વજનનું શિવજીનું ચાંદીનું દિવ્ય મુખ,પવિત્ર ધૂણો, વિશાળ કલાત્મક નંદિજી અને ચમત્કારી શિવલિંગ અકલ્પનિય ચમત્કારી આધ્યાત્મિક પ્રેરણા આપે છે.

KOTESHVAR MAHADEV : ડમરુના નાદથી ગુંજે છે મંદિર

KOTESHVAR MAHADEV :

કોટેશ્વર મહાદેવની દિવ્ય આરતીનો લ્હાવો લેવો એ જીવનની ધન્ય ક્ષણો બની રહે છે. સવાર સાંજ ઉતારવામાં આવતી આરતી સમયે મહાદેવને ગુગળનો ધૂપ કરવામાં આવે છે. શિવ ભક્ત યુવાનો એક સાથે શિવજીને પ્રિય ડમરુના નાદ કરે છે. ડમરુના નાદથી મંદિર ગુંજી ઉઠે છે.

KOTESHVAR MAHADEV : શિસ્ત અને સંયમ પણ અકલ્પનિય

KOTESHVAR MAHADEV :

કોટેશ્વર મહાદેવ મંદિરમાં આવતા પ્રત્યેક શ્રધ્ધાળુ ભક્તો માટે કડક નિયમો બનાવ્યા છે. મંદિરમાં કોઈપણ પ્રકારના પીણાં કે નાસ્તાના પેકેટ, પર્સ, મોબાઈલ ફોન કે અન્ય ચીજવસ્તુઓ લઈ જવા પર સખ્ત પ્રતિબંધ છે. જેના કારણે અકલ્પનિય સ્વચ્છતા જોવા મળે છે. મહાદેવના દર્શન ઉપરાંત આરતીમાં શિસ્ત સંયમ રાખવામાં આવે છે. આરતી લેવા પડાપડી થતી નથી પણ ક્રમબદ્ધ રીતે આરતી પ્રસાદ લેવામાં આવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો